અષાઢીબીજના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છાપાઠવતાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ શહેરીજનોને અષાઢી બીજના પાવન પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે જગન્નાથપુરી-ઓરીસ્સામાં રથયાત્રા ધામધુમથી નીકળે છે. દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય રથોમાં પધરાવીને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં લાખોની જનમેદની ઉમટે છે અને આ ત્રણેય રથોને હજારો મનુષ્યો ભકિતભાવથી ખેંચે છે અને ધન્યતા અનુભવે છે. આ ત્રણેય રથોના નામ તાલધ્વજ, નંદીઘોષ અને દર્પદલન છે. તાલધ્વજમાં બલભદ્ર, નંદીઘોષ રથમાં જગન્નાથ પ્રભુ અને દર્પદલન રથમાં સુભદ્રાને બિરાજમાન કરાય છે. ત્યારે અષાઢી બીજના પાવન પર્વે ભકત હરખની હેલીએ ચડે છે અને ભકિતરસમાં તરબોળ થઈ જાય છે. ભકિત, સેવા, સમર્પણ અને સાંસ્કૃતિકમૂલ્યોને જીવંત રાખવા અષાઢીબીજના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા અંતમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.


