દીવના વણાકબારા સમસ્ત ખારવા સમાજની નવી કારોબારીની સર્વાનુમતે વરણી
દિનેશભાઇ પાંજણીની ફરી વખત પ્રમુખ તરીકે નિયુકિત
અગ્ર ગુજરાત, દીવ
વણાકબારા સમસ્ત ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા અને પ્રણાલિકા મુજબ તાજેતરમાં મળેલી સમાજની સામાન્ય સભામાં સર્વાનુમતે નવી કારોબારીની વરણી કરવામાં આવી. સભામાં હાજર રહેલા સમાજના વડીલો અને સભ્યોની સહમતિથી પટેલ / પ્રમુખ દિનેશભાઈ પાંજણી સર્વાનુમતે ફરી એક વાર વરણી_ 2. પંચના પ્રમુખ કિર્તીભાઈ ગોહિલ, ઉપપ્રમુખ મુકેશભાઈ લોઢારી, મંત્રી, સુભાષભાઈ કોટિયા, સહમંત્રી સંજયભાઈ દરી, સમાજના મુકાદમ, ગણેશભાઈ આંજણી નવી કારોબારીની ઘોષણા બાદ સમગ્ર વણાકબારા સમસ્ત ખારવા સમાજમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજના લોકોએ નવા હોદ્દેદારોને ફૂલહાર અને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ પાંજણી હાલમાં વણાકબારા સ્થિત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે તેમજ દીવ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકેની સામાજિક અને રાજકીય જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યાં છે. સમાજના વિકાસ, એકતા અને સેવાના કાર્યોમાં નવી કારોબારી વધુ સક્રિય રીતે કાર્ય કરશે તેવી સૌને આશા છે.


