રાત્રે વહેલો બંધ થઈ જતો વોલ્વો ડેપો 10 વાગ્યા સુધી ખુલ્લો રહ્યો
ચમત્કાર વગર નમસ્કાર નહીં, રજૂઆતના સફળ પડઘા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સિનિયર સામાજિક આગેવાન ચંદ્રેશભાઇ રાઠોડની યાદી મુજબ લાંબા સમયથી રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે 10:00 કલાકે બંધ કરવાના બદલે વહેલા ઘર ભેગા થઈ જતા હતા અને એકથી દોઢ કલાક વહેલો બંધ કરી દેવામાં આવતો હોય લોલમલોલ ચાલતું હતું જે પગલે ગઈકાલે રાજકોટના વિભાગીય નિયામક શ્રી એમ.પી રાજને સવારે 11 વાગે લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયા બાદ મુખ્યમંત્રી સહિતનાને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજકોટ શહેરના સાંધ્ય દૈનિક વર્તમાન પત્રોમાં વોલ્વો ડેપોમા ગુટલીબાજોનુ નુ રાજ એ શીર્ષક હેઠળ આવેલ અહેવાલના પગલે વોલ્વો વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ ના જવાબદારોની શાન ઠેકાણે આવી ગઈ હતી. અને ગઈકાલે રાત્રે જ 10 કલાક સુધી વોલ્વો વેઇટિંગ રૂમ ચાલુ રખાયો હતો. સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા છે. ચમત્કાર વગર નમસ્કાર નહીં. હજુ પણ રાત્રે 10 વાગે બંધ થઈ જતા મુસાફરોને પડતી મુશ્કેલી અંગે વિભાગીય નિયામક હકારાત્મક વલણ અપનાવી રાત્રે બે સુધી વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ ખુલ્લો રાખે અને અગાઉના સીસી ફૂટેજો મેળવી જવાબદારો ગુટલીબાજો સામે નિયમાનુસાર કાર્યવાહી કરે એવી મારી માંગ છે.


