સોનમ વાંગચૂકના સમર્થનમાં આવતા કોંગ્રેસના પ્રવકત્તા તૂષિત પાણેરી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને ટેકો જાહેર કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો નેતા દિનેશ બિનવાલ અને એનો નાનો ભાઈ મંગીલાલ બિનવાલ સહિત ત્રણ લોકો ની નીટ ૨૦૨૬ પેપર લીક કૌભાંડ મા સંડોવણી બહાર આવી છે , જેના પગલે દેશ ભર મા અઢાર થી વધુ વિદ્યાર્થીઓ એ આત્મહત્યા કરી લીધી. આ અતિ નિંદનીય ઘટના બાદ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હજી સુધી પોતાની નૈતિકતા સ્વીકારી મંત્રી પદેથી રાજીનામુ નથી આપ્યું , જેને લઈને વૈશ્વિક ખ્યાતિ પામેલા મહાન વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકજી દિલ્હી ના જંતર મંતર પર છેલ્લા ૧૯ દિવસ થી ભૂખ હડતાળ પર બેઠા છે પણ બેશરમ બનેલી કેન્દ્ર સરકાર ની જડતા જોતા સ્પષ્ટ લાગે છે કે તેમને સોનમ વાંગચૂકજી ના જીવ ની પડી નથી . .
આવો જ એક કિસ્સો વર્ષ ૨૦૧૮ મા બન્યો હતો જ્યારે આઈ આઈ ટી રૂરકી માંથી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ની ડિગ્રી લેનારા , યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા માંથી પી એચ ડી ની પદવી પ્રાપ્ત કરનારા દેશ ના જાણીતા પર્યાવરણ વિદ પ્રોફેસર જી.ડી.અગ્રવાલ પવિત્ર ગંગા નદીની સફાઈ તેમજ અલકનંદા નદી પર બાંધ બનાવવા થી ગંગા નદી ના પ્રવાહ તેમજ આસપાસ ના પર્યાવરણને થનારા વ્યાપક નુકસાન અંતર્ગત પીએમ મોદી ને ત્રણ પત્રો લખ્યા હતા પરંતુ આ સરકારે પ્રોફેસર અગ્રવાલ ની વાત પર ધ્યાન ન આપ્યું , અંતતઃ તેઓએ ૨૨ જૂન ૨૦૧૮ ના રોજ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા અને ૧૧૧ દિવસ ના ઉપવાસ ના અંતે ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ તેમણે દેહત્યાગ કર્યો
હાલ મા , દિલ્હી ના જંતર મંતર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામા ની પ્રબળ માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચૂકજી સાથે પણ આવું થઈ શકવાની ભીતિ સેવાઈ રહી છે . . કોંગ્રેસ પાર્ટી સહિત દરેક વિપક્ષી દળ ના શીર્ષસ્થ નેતાઓ , જાણીતા બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત દેશ ની યુવા , દેશ ના Gen Z આજે સોનમ વાંગચુકજી ને પોતાના અનશન સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યા છે. સોનમ વાંગચૂકજી સાથે કઈ અઘટિત બન્યું તો જવાબદાર કેન્દ્ર સરકાર હશે તેમ કોંગ્રેસના પ્રવકત્તા તુષિત પાણેરીએ જણાવ્યું છે.


