મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિને શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમમાં સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસ તા. ૧૫ જુલાઈના રોજ તેમના ઉત્તમ સ્વાસ્થય અને દિર્ધાયુની મંગલ કામના માટે રાજકોટ શહેર ભાજપ મોરચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓના કાર્યક્રમો કરવામાં આવેલ હતા. શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહિમ સોનીની આગેવાનીમાં રાજકોટ શહેરના સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીર્ધાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામના માટે દુવા માંગવામાં આવી હતી.
આ સેવાકીય કાર્યક્રમમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા મંત્રી રાજુભાઈ દલવાણી, શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઈબ્રાહિમ સોની, મહામંત્રી ફિરોઝભાઈ ડેલા, અમીનભાઈ સમા, શહેર લઘુમતી મોરચાના શહેનાઝભાઈ સિદૃીકી, આશીફભાઈ મલેક, અનવરભાઈ દલ, યુસુફભાઈ ભારમલ, સૈયદ અર્શબાપુ બુખારી, સલીમભાઈ દસાડીયા, ફકરુદૃીન દાઉદી, અબુભાઈ આમદાની સહિત તમામ શ્રેણીના લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


