સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરિક્ષા નિયામકની નિમણૂક કરવા AAP દ્વારા માંગ
ચાર વર્ષથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામકને જવાબદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત ઇન્ચાર્જ પરિક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવી. યુનિવર્સિટી છેલ્લા ચાર વર્ષથી ઇન્ચાર્જ પરિક્ષા નિયામકોના ભરોસે ચાલે છે. જેને પરિણમે પરિક્ષા વિભાગનું કામ યોગ્ય થતું જણાતું નથી અને વારંવાર ગેરરીતિઓ, અનિયમિતતાઓ સામે આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી વિધ્યાર્થી નેતા સુરજ બગડા દ્વારા માંગ કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પરિક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે. જેથી પરિક્ષા વિભાગની કામગીરીમાં સુધારો થાય અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે.
AAP નેતા સુરજ બગડા દ્વારા નવનિયુક્ત ઇન્ચાર્જ પરિક્ષા નિયામક ધિરેન પંડયાને પણ સલાહ આપવામાં આવી કે, જો તેઓ ઘણા સમયથી બાકી પરિક્ષાઓનું તાત્કાલિક આયોજન કરાવી શકે તેમ હોય, ઘણા સમયથી બાકી પરિણામો જાહેર કરવી શકે તેમ હોય, પરિક્ષા વિભાગનો સુચારું વહીવટ કરી શકે તેમ હોય, તો અને તો જ તેમણે આ ઇન્ચાર્જ પરિક્ષા નિયામક તરીકેનો ચાર્જ સંભાળવો જોઈએ.


