શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંધના આંગણે પૂ. કલ્પનાબાઈ મહાસતીજી તેમજ પૂ. અજીતાબાઈ મહાસતીજી આદીના ચાતુર્માંસ મંગલ પ્રવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
શેઠ ઉપાશ્રય જૈન સંધના પાવન આંગણે પૂ. પ્રાણ પરિવારના ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ એવમ પૂજય સાહેબજી અપૂર્વશ્રુપ્ત આરાધિકા પૂ.લીલમબાઈ મહાસતીજી તથા અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ સેવાભાવી પૂજ્ય કલ્પનાબાઈ મહાસતીજી એવમ પૂજ્ય અજિતાજી મહાસતીજી સહિત થાણા-૫ બુધવારે ચાતુર્માસ માટે શેઠ ઉપાશ્રય પંધારી ગયા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. સ્વાગત યાત્રા કે.કે.વી ચોક થી ચાલુ થઈ ને શેઠ ઉપાશ્રયે સંપન્ન થયેલ હતી. સ્વાગતમાં કળશધારી બાળાઓ, શણગારેલા આગમશાસ્ત્ર સાથે બહેનો તેમજ મંડળના બહેનોએ અપર મંગલ લીધેલા હતા. પ્રવેશના મંગલ પ્રવેશ પૂ.ગુરુવર્યોના આશિર્વાદ તથા પૂ.મહાસતીજીઓના શુભેરછા સંદેશ આવેલા હતા. શુદ એકમ નો શુભ દિવસ હોવાથી “ અરિહંત વંદના વલી ” નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. બસો ઉપરાંત ભાઈ-બહેનોએ અનુમોદના કરેલ હતી. આ પ્રસંગે પધારેલા ડો.પૂ. શ્રેયાંસીબાઈ સ્વામીએ સંધને અને પૂ.મહાસતીજીઓને શુભેરછાઓ પાઠવી હતી. તનસુખભાઈ સંધવી, જીતુભાઈ શેઠ, રમેશભાઈ શેઠ વિગેરે તરફથી નવકારશી અને શ્રી સંઘ તરફથી પ્રભાવના રાખવામાં આવેલ.શેઠ ઉપાશ્રયમા તા.૨૭/૦૭/૨૦૨૬ થી રોજ ૯:૩૦ થી ૧૦:૩૦ વ્યાખ્યાન શરૂ થશે.


