By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની તકરારમાં બે સગા ભાઈઓની હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની તકરારમાં બે સગા ભાઈઓની હત્યા

Editor
Last updated: 2026/07/20 at 3:22 PM
2 days ago
Share
સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની તકરારમાં બે સગા ભાઈઓની હત્યા
SHARE

સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની તકરારમાં બે સગા ભાઈઓની હત્યા

સાત વર્ષથી ચાલતા જમીનના સેટલમેન્ટના વિવાદે લીધો લોહિયાળ વળાંક; એકનું ઘટનાસ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત

કુટુંબી ભત્રીજાના છરીના હુમલામાં બે સગા ભાઈના મોતથી ભારે ચકચાર ; સામા પક્ષે પણ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી સોમનાથ-2 સોસાયટીમાં મોડી રાત્રે જમીનના ભાગના પૈસાની સાત વર્ષ જૂની અદાવત લોહિયાળ બની જતાં કુટુંબી ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યાં છે. હુમલામાં એક યુવાનને પણ ઇજા પહોંચી છે, જ્યારે હુમલો કરનાર આરોપી પણ વળતા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે સમગ્ર ભરવાડ સમાજ અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ વૈશાલીનગરમાં રહેતો હાર્દિક ધુળાભાઈ ધોળકીયા મોડી રાત્રે સોમનાથ-2 સોસાયટીમાં રહેતા તેના કુટુંબી રાજેશભાઈ બાલાભાઈ ધોળકીયાના ઘરે પહોંચી ગાળાગાળી કરવા લાગ્યો હતો. રાજેશભાઈએ આ અંગે પોતાના મોટા ભાઈ સુરેશભાઈ બાલાભાઈ ધોળકીયાને ફોન કરી તાત્કાલિક બોલાવ્યા હતા. સુરેશભાઈ પોતાના પુત્ર લાખાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનો અને અન્ય સગાઓએ હાર્દિકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપ છે કે હાર્દિકે અચાનક પોતાના કપડામાંથી છરી કાઢી સુરેશભાઈની છાતીમાં ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ ઢળી પડ્યા હતા. તેમને બચાવવા વચ્ચે પડેલા રાજેશભાઈ પર પણ આડેધડ છરીના ઘા મારવામાં આવ્યા હતા. વચ્ચે પડેલા લાખાભાઈને પણ ઇજા પહોંચી હતી. ત્યારબાદ થયેલા વળતા હુમલામાં હાર્દિકને પણ ઇજાઓ પહોંચી હતી. ઘાયલ સુરેશભાઈ અને રાજેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુરેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા રાજેશભાઈનું સવારે મોત નિપજતાં ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ હતી.
લાખાભાઈ ધોળકીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે હાર્દિક ધુળાભાઈ ધોળકીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા હાર્દિકની ફરિયાદ પરથી મૃતક સુરેશભાઈ, રાજેશભાઈ, લાખાભાઈ અને શીવા નથુભાઈ ડોંડા સામે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. બંને ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે લગભગ સાત વર્ષથી જમીનના સેટલમેન્ટના પૈસાને લઈને વિવાદ ચાલતો હતો. ધોળકીયા સ્કૂલ નજીક આવેલી આશરે 2500 વાર જમીનના સોદા બાદ હાર્દિકના પરિવારને નક્કી કરાયેલો ભાગ મળ્યો ન હોવાનો આક્ષેપ હતો. અનેક બેઠકો અને સમાધાનના પ્રયાસો છતાં મામલો ઉકેલાયો નહોતો. પખવાડિયા અગાઉ પણ બંને પક્ષ વચ્ચે બેઠક મળી હતી, પરંતુ પરિણામ ન આવતાં હાર્દિક પૈસાની માંગણી કરવા રાજેશભાઈના ઘરે ગયો હતો અને ત્યારબાદ ઝઘડો જીવલેણ બન્યો હતો.
ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરી, પીઆઈ સી.એન. દવે સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.

સાત વર્ષની અદાવતે બે પરિવાર ઉજાડી નાખ્યા

જમીનના સેટલમેન્ટ બાદ ભાગના પૈસા ન મળ્યાનો વિવાદ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યો હતો. અનેક વખત સમાધાનના પ્રયાસો અને બેઠકો છતાં ઉકેલ ન આવતા આખરે આ વિવાદે બે સગા ભાઈઓનો જીવ લઈ લીધો.

બંને મૃતક પાછળ છ સંતાનો નિરાધાર બન્યા

મૃતક સુરેશભાઈ ધોળકીયાને બે પુત્રો છે, જ્યારે રાજેશભાઈને બે પુત્ર અને બે પુત્રીઓ છે. એક જ પરિવારના બે કમાઉ ભાઈઓના મોતથી કુલ છ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સામસામે નોંધાયા ગંભીર ગુના

લાખાભાઈ ધોળકીયાની ફરિયાદ પરથી હાર્દિક સામે ડબલ મર્ડરનો ગુનો નોંધાયો છે. જ્યારે હાર્દિકની ફરિયાદ પરથી મૃતક સુરેશભાઈ, રાજેશભાઈ, લાખાભાઈ અને શીવા ડોંડા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાતા કેસ વધુ જટિલ બન્યો છે.

આરોપી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ

હુમલા દરમિયાન વળતા પ્રતિકારમાં હાર્દિક ધોળકીયાને પણ છરી અને લોખંડના પાઇપના ઘા વાગ્યા હતા. હાલ તે ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ તેની તબિયત સ્થિર થયા બાદ વધુ પૂછપરછ કરશે.

મોડી રાત્રે પોલીસનો કાફલો દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરી, પીઆઈ સી.એન. દવે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક પુરાવા એકત્ર કરી બંને ફરિયાદોના આધારે સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ગુજરાત

રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Editor By Editor 7 days ago
સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; રૂપિયો દબાણમાં, શેરબજારે દેખાડી મજબૂતી
અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત
જમીન નોંધણી બાબતે સરકાર મૌન કેમ? પ્રજાને સ્પષ્ટ જવાબ આપો – મયુર શાહ
રાજકોટમાં ખાદ્યચીજોમાં ભેળસેળ સામે સર્જિકલ સ્ટ્રાઇક: ૧૧ રેસ્ટોરન્ટ-ડેરીઓ સીલ, ૨૯ ને નોટિસ અને ૪ સેમ્પલ લેબમાં મોકલાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?