સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
રાષ્ટ્રીય સહકારી સંઘની ૨૧માંથી ૧૯ સીટો પર ભવ્ય વિજય; ૧૦ બેઠકો પર બિનહરીફ જીત સાથે દબદબો સ્થાપ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય કક્ષાએ સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંગઠન રાષ્ટ્રીય સહકારી સંઘ એનસીયુઆઈ નવી દિલ્હી ની તાજેતરમાં યોજાયેલી ૧૮ જુલાઈ ના રોજ ચૂંટણી યોજાઈ જેમાં ૧૯ જુલાઈના રોજ રવિવારે પરિણામ જાહેર થયું સહકાર ભારતી , ને ભારતીય જનતા પક્ષ સહકારી પ્રકોષ્ઠ દ્વારા ઉભા રખાયેલા ૨૧ માંથી ૧૯ સીટો ઉપર વિજય પ્રાપ્ત કરેલ એક ઐતિહાસિક જીત થયેલ છે ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી કે નિર્વિરોધ ચૂંટાયેલા જાહેર થયા છે.
સહકાર ભારતીના ચૂંટાયેલા મુખ્ય ઉમેદવારો સહકાર ભારતીના સંરક્ષક દિનાનાથ ઠાકુર , ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ચેરમેન ઇફકો એન.સી ડીએફઆઈના ચેરમેન મિનેશ શાહ, કૃભકોના ચેરમેન બીપીન પટેલ, નાફેડના મોહનભાઈ કુંડાળિયા, એનસીસીએફના ચેરમેન બિહારના વિશાલ સિંહ, બિહારના વિનયકુમાર શાહી, મહારાષ્ટ્રના પ્રવીણ દરેકર, કર્ણાટકના જી.ટી. દેવગોડા, પૂર્વોત્તર રાજ્ય મણીપુરથી પ્રથમ વખત સહકાર ભારતીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જીના પોત્સંગબમ, ગુજરાતના ઘનશ્યામભાઈ અમીન ઉત્તર પ્રદેશના ધનંજય સિંહ કર્ણાટકના એચ. કે. પાટીલ,લખનઉના મુદિત વર્મા, બેલગાંવથી અણ્ણા સાહેબ જોલ્હે તથા મહારાષ્ટ્રના નકુલ કડૂ વિજેતા જાહેર થયા છે.
સહકાર ભારતીના અખિલ ભારતીય મહામંત્રી દિપક ચોરસીયાને સરકાર દ્વારા નિયુક્ત ઉમેદવાર જાહેર કરેલ છે. સહકાર ભારતીયના અખિલ ભારતીય મંત્રી સુનિલ ગુપ્તા અને ભાજપના મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય સંજય ભેન્ડેને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ ચૂંટણીમાં સહકાર ભારતી દ્વારા પ્રમુખ ઉદય જોશી, મહામંત્રી દિપક ચોરસીયા, રાષ્ટ્રીય સંરક્ષક દીનાનાથ ઠાકોર, સંગઠન મંત્રી સંજયજી પાસપોર્ટ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તથા એનડીડીબીના ઉપાધ્યક્ષ કુલદીપ ચેહલ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા માર્ગદર્શન મળ્યું હતું.
વિજયોત્સવને આવકારતા પ્રમુખ ડો. ઉદય જોશીએ કહ્યું છે કે ભવિષ્યમાં એન.સી.યુ.આઈ.માં સહકારીતાની ભાવના વધારે પ્રબળ અને પરિણામલક્ષી બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. દરેક નિર્ણયો સહકારની ભાવનાથી અને સહકારના વિકાસ માટે સર્વાનુમતે લેવામાં આવશે.
રાજ્યકક્ષાએ કાર્યરત રાજ્ય સંઘ તથા જીલ્લા સંઘમાં સહકારિતાનું મહત્ત્વ વધે અને સહકાર ભારતી ના સંસ્કારી કાર્યકર્તાઓ પોતાનું મહત્તમ યોગદાન આપી માનનીય પ્રધાનમંત્રીનું તથા સહકાર મંત્રીનું સહકારથી સમૃદ્ધિનું સ્વપ્ન હકીકત બનાવવા સેવારત રહેશે. રાજકોટ મહાનગર સહકાર ભારતી પ્રમુખ ડો.એન.ડી.શીલુ સહકારી ભારતી તથા સંગઠન મંત્રી જયેશ સંધાણી વિજયને સહકારિતાનો વિજય તરીકે વધાવેલ છે.


