By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    24 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

Editor
Last updated: 2026/07/21 at 4:06 PM
3 minutes ago
Share
જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત
SHARE

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

‘એપેક્સ ફ્લાય કન્સલ્ટન્સી’ના લોન એજન્ટ જયદીપ રામાણી સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર શહેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એજ્યુકેશન લોન અપાવવાના બહાને એક વેપારી સાથે રૂપિયા ૧૦ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના બની છે. આ મા અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, જેતપુરના અમરનગર રોડ રાજેશ્વરી સોસાયટી વિસ્તારમાં રહેતા અને ધોરાજી રોડ પર હનુમાન ધારા નામનું સિલિકેટનું કારખાનું ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ સાર્દુલભાઈ જાદવ (ઉંમર વર્ષ ૫૪) દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી દિનેશભાઈના સંતાનમાં બે દીકરાઓ છે, જેમાંથી મોટો દીકરો સની (ઉંમર ૨૬) અને નાનો દીકરો પિયુષ (ઉંમર ૨૦) બંને કીર્ગીસ્તાન ખાતે એમ.બી.બી.એસ. (MBBS) નો અભ્યાસ કરી રહ્યા છે. બાળકોના વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોનની જરૂર હોવાથી દિનેશભાઈ લોનની તપાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન આશરે બે મહિના અગાઉ જેતપુરના વિશાલભાઈ કાપડિયા નામના વ્યક્તિએ તેમને એજ્યુકેશન લોન માટે એક એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. થોડા દિવસો પછી ‘એપેકસ ફ્લાય કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડ’ રાજકોટના લોન એજન્ટ તરીકે પોતાની ઓળખ આપનાર જયદીપભાઈ મહેશભાઈ રામાણી (રહે. ધર્મનંદન બંગ્લો, કામરેજ, સુરત) નો ફોન આવ્યો હતો. ગત ૨૯ મે ૨૦૨૬ ના રોજ આ આરોપી જયદીપભાઈ રામાણી દિનેશભાઈના ઘરે આવ્યા હતા અને રૂપિયા ૫૦ લાખની એજ્યુકેશન લોન કરાવી આપવાની વાત કરી હતી. લોન માટે જેના નામે લોન લેવાની હોય તેના નામે ૧૦ લાખ રૂપિયાની એફ.ડી. (Fixed Deposit) કરાવવી પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.

આરોપીએ લોનની પ્રોસેસના બહાને દિનેશભાઈના કારખાનાની પેઢીના એચ.ડી.એફ.સી. બેંકના રૂપિયા ૧૦ લાખની રકમ અને સહીવાળા ચેક ઉપરાંત દીકરા પિયુષની કેનેરા બેંકની ચેક બુકમાંથી પાંચ કોરા ચેક, ૪ થી ૫ કોરા કાગળો તથા અન્ય ફોર્મ્સમાં સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ તા ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ બેંક સ્ટેટમેન્ટ આપવા માટે દિનેશભાઈ અને તેમના દીકરા પિયુષ રાજકોટ સ્થિત એજન્ટની ઓફિસે પણ ગયા હતા.

તે જ દિવસે બપોરે જયદીપ રામાણીએ ફોન કરીને પેઢીનો સ્ટેમ્પ મંગાવ્યો હતો અને જેતપુરની એચ.ડી.એફ.સી. બેંકમાંથી આર.ટી.જી.એસ. કરાવવાની કાર્યવાહી કરી હતી. થોડીવારમાં જ દિનેશભાઈના એચ.ડી.એફ.સી. બેંક ખાતામાંથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- સીધા આરોપી જયદીપ રામાણીના આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ખાતામાં જમા થઈ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જ્યારે દિનેશભાઈએ આ અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીએ બે-ત્રણ દિવસમાં રકમ દીકરાના ખાતામાં જમા થઈ જશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા

તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ શ્યામ એન્ટરપ્રાઈઝના શૈલેષભાઈ નામના શખ્સે પુત્ર પીયૂષને ફોન કરીને પૂછ્યું કે તમે જયદીપ રામાણીને કોઈ નાણાં આપ્યા છે કે કેમ? ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે જયદીપ રામાણી અમારો માણસ છે, જે ફ્રોડ કરીને ભાગી ગયો છે. બેંકે જઈને તપાસ કરતા ખબર પડી કે કેનેરા બેંક ખાતામાં શ્યામ એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ. ૧૦ લાખની એફ.ડી. બનાવીને તેના આધારે રૂ. ૯,૦૦,૦૦૦/- ની ઓવરડ્રાફ્ટ (OD) લોન લઈને તે પણ ક્લોઝ કરી દેવામાં આવી છે.

આ બનાવ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે લોન એજન્ટ જયદીપભાઈ મહેશભાઈ રામાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

વેરાવળ રોટરી અને ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી, શપથ વિધિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રઘુવંશી લોહાણા સમાજની દીકરી શ્વેતાબેન ચંદારાણાએ AIBE પરીક્ષા પાસ કરી
રાજકોટ

રઘુવંશી લોહાણા સમાજની દીકરી શ્વેતાબેન ચંદારાણાએ AIBE પરીક્ષા પાસ કરી

Editor By Editor 2 hours ago
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર 
હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર નહીં થાય કેટલીક મિલકતોનું ટ્રાન્સફર
‘ઉમ્મીદ શિક્ષા રથ’ પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ મેળવેલ બાળકો રાષ્ટ્રીય સ્તરની ‘બલૂન કાર સ્પર્ધા’માં ભાગ  લેશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિને શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમમાં સેવાકાર્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?