By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ વચ્ચે સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપમેન્ટ માટે CSR સહયોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ વચ્ચે સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપમેન્ટ માટે CSR સહયોગ

Editor
Last updated: 2026/07/24 at 2:58 PM
2 hours ago
Share
સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ વચ્ચે સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપમેન્ટ માટે CSR સહયોગ
SHARE

સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ વચ્ચે સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપમેન્ટ માટે CSR સહયોગ

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બાસ્કેટબોલ કોર્ટ અને ચેસ-કેરમ કોચિંગ સેન્ટર શરૂ કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સિટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવા માટે રાજકોટ સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ લિમિટેડ વચ્ચે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત મહત્વપૂર્ણ સહયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બાસ્કેટબોલ કોર્ટનું આધુનિકીકરણ કરવા ઉપરાંત અદ્યતન ચેસ અને કેરમ કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.

ઓમનિટેક એન્જિનિયરિંગ લિમિટેડના આર્થિક સહયોગથી રાજકોટ સિટી પોલીસ, એહસાસ ટ્રસ્ટ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા ગત માસમાં રાજકોટ સિટી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ઓમનિટેક એન્જિનિયરિંગ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉદયભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓ અને આયોજકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને ટીમભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  આ પ્રસંગે એસીપી મુનાફ પઠાણ તથા પોલીસ સ્પોર્ટ્સ ઓફિસર એએસઆઈ અનિલભાઈ દવેએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી વિવિધ રમતગમત પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ રમતગમતની સુવિધાઓના વિકાસ અને જરૂરી સમારકામ માટે આર્થિક સહયોગની રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતાં શ્રી ઉદયભાઈ પારેખે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના બાસ્કેટબોલ કોર્ટને સિન્થેટિક સરફેસથી સજ્જ કરવા તેમજ અન્ય જરૂરી સમારકામ માટે સ્થળ પર જ અંદાજિત રૂ. ૦૬ લાખની સહાય મંજૂર કરી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ આ કાર્યની શુભ શરુઆતરૂપે મંજૂર કરાયેલી રકમ એહસાસ ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમર કેમ્પના સમાપન સમારોહ દરમિયાન એહસાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની વિનંતીને માન આપીને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચેસ અને કેરમ કોચિંગ સેન્ટર શરૂ કરવા માટે જગ્યા ફાળવી હતી. આ જગ્યામાં અદ્યતન ચેસ કોચિંગ સેન્ટર શરૂ કરવા અંગે શ્રી ઉદયભાઈ પારેખે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ કોચિંગ સેન્ટરમાં મુંબઈના જાણીતા ચેસ કોચ પ્રફુલભાઈ ઝવેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા વ્યવસ્થિત ચેસ અભ્યાસક્રમ અનુસાર તાલીમ આપવામાં આવશે. ઉદયભાઈ પારેખે ચેસ અને કેરમના બંને કોચિંગ સેન્ટરને કાયમી આર્થિક સહયોગ આપવાની ખાતરી પણ આપી છે. ચેસ અને કેરમ સેન્ટરની આધુનિક ડિઝાઇન અને આંતરિક સુવિધાઓ વિકસાવવા માટે અમદાવાદના ન્યુહાઉઝર ડિઝાઇન સ્ટુડિયોના જાણીતા યુવા આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર ભૂમિતભાઈ બંઠિયા તથા આસ્ના  બંઠિયાને વિનામૂલ્યે ડિઝાઇન સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે પણ આ સામાજિક અને રમતગમતલક્ષી પ્રકલ્પ માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શરૂ થનારા આ અદ્યતન સ્પોર્ટ્સ સેન્ટરોના નિર્માણ અને વિકાસમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી હરપાલસિંહ જાડેજા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી મુનાફ પઠાણનો પ્રેરક અને સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. તેમ એહસાસ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ નિશ્ચલભાઈ સંઘવીની અખબારી યાદી જણાવે છે.

You Might Also Like

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા

આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ

ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનામાં ઇસ્માઈલી CIVICના બેનર હેઠળ ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ
ગુજરાત

ઉનામાં ઇસ્માઈલી CIVICના બેનર હેઠળ ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ

Editor By Editor 4 days ago
સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા
ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ
લોકશાહીમાં વિરોધ કરવાનો પ્રજાનો મૂળભૂત અધિકાર : મયુર શાહ
અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?