વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં એચ આર કોન્કલેવ યોજાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાતના ૧પ૦થી પણ વધુ હ્યુમન રીસોર્સ મેનેજર્સ અને ઉદ્યોગપતિઓની હાજરી
કોઈપણ કંપની કે સંસ્થા માટે કર્મચારી જ તેનું ગ્રોથ એન્જીન છે : બિપીનભાઈ હડવાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં જાજરમાન એચ આર કોન્કલેવનું આયોજન થયું હતું. તેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ૧પ૦થી પણ વધુ એચ આર મેનેજર્સ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે ગોપાલ સ્નેકસ લી.ના ફાઉન્ડર, ચેરમન અને મેનેજીંગ ડાયરેક્ટર બિપીનભાઈ હડવાણી, રીલાયન્સ જામનગરની રીફાઈનરીના લર્નીંગ સેન્ટર હેડ કુનાલભાઈ વ્યાસ, ન્યારા એનર્જીના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ એચ આર (રીફિનરી)ના જયભાઈ શાહ, ટાટા કન્સલટન્સી સર્વિસીસના કમ્પ્લાયન્સ ઓફીસર સ્મિતભાઈ શુકલ, ઈમ્પ્રોવાઈઝડ ટેકનોલોજીસના સીટીઓ રક્ષિતભાઈ મેનપરા, કેવીટ ટેકનોલોજીસના કો-ફાઉન્ડર અને સીઈઓ
હેમાંગભાઈ કોઠારી, વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નવિનભાઈ શેઠ, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા, ડિપ્લોમાં પ્રિન્સીપાલ પરેશભાઈ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બિપીનભાઈ હડવાણીએ ગોપાલ સ્નેકસની સફળતા અને વર્ષોની સફરને જોડતાં કહ્યું હતું કે, અમારી કંપનીની શરૂઆત સાવ નાના ગામડામાં ચવાણાના પેકેટ વેચવાથી થઈ. નાના પાયેથી શરૂ કરેલા ધંધાએ આજે દેશ નહી પણ દુનિયાભારમાં પ્રસિદ્ધિ મેળવી છે. આ સફળતાની પાછળ ફકતને ફકત બેસિધ્ધાંતો ઉપર ચાલતા બિપીનીભાઈ હડવાણી કે, જે માને છે કે, જે વસ્તુ આપણે ઘરમાં ખાઈ શકીએ એજ કવોલીટીની વસ્તુનું વેચાણ કરવું અને કર્મચારી આપણા ધંધાના પાયા છે, એટલે જ કયારેય કર્મચારીઓનો પગાર અટકવા દિધો નથી. અત્યારે અમારી કંપનીમાં ર૪×૭ રસોડું ચાલું છે અને દરરોજ ૪,૦૦૦ લોકો ભોજન કરે છે અને તે પણ કોઈ પણ જાતના ચાર્જ વગર.
બાદમાં વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નવિનભાઈ શેઠે જણાવ્યું હતું કે, આધુનિક સમયના પરિપ્રેક્ષ્યમાં હ્યુમન રીસોર્સનો રોલ ઉત્તરોતર સુદ્રઢ થઈ રહ્યો છે. કંપની કે સંસ્થાના મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સેતું બનવાનું કામ એચ આરનું છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. નિરવભાઈ મણીઆરે કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ કન્વીનર ડો. જીજ્ઞેશભાઈ જોશી, ટ્રેનીગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. દિવ્યાંગભાઈ તિવારી, પ્રો. જીતેન માંકડિયા, પ્રો.સંકેત પંડ્યા, પ્રો. દેવાંગ પરમાર, પ્રો. જીલેશ પંડ્યા, પ્રો. જીજ્ઞેશ શાહ, પ્રો. રવીન સરધારા, પ્રો. નિર્મળ ભાલાણી, પ્રો. કોમિલ વોરા, પ્રો. દેવાંગ કાલાવડિયા, પ્રો. રાહુલ વોરા, પ્રો. નિખિલેશ ગીરનાર, પ્રો. પ્રીત આશરા, પ્રો. અલ્પેશ ગાંભવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમની સફળતા બદલ પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા તથા ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ટીમને સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર તથા ડો.નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી.


