By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા

Editor
Last updated: 2026/07/25 at 3:40 PM
4 days ago
Share
265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા
SHARE

સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

265 તાલુકામાં વરસાદ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વર્ષા

સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ; 194 તાલુકામાં એક ઇંચથી વધુ વર્ષા, ખરિફ પાકને જીવતદાન અને જળાશયોમાં નવા નીરની આવકથી રાહત

અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત રહેલો વરસાદ હવે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 265 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાતા ચોમાસાએ રાજ્યભરમાં જોરદાર હાજરી નોંધાવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું, જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતી અને જળસંચય બંને ક્ષેત્રે રાહતનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ અંદાજે 50 ટકા સુધી પહોંચી ગયો છે. સતત વરસાદને કારણે ખરિફ પાકને નવજીવન મળ્યું છે, જ્યારે તળાવો, ડેમો અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થતાં પીવાના પાણીની ચિંતા પણ ઘટી રહી છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો સાંતલપુરમાં 15 ઇંચ બાદ રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેમદાવાદમાં વધુ 8.39 ઇંચ વરસાદ પડ્યો હતો. દાંતીવાડા અને થાનગઢમાં 7.09-7.09 ઇંચ, વાંકાનેરમાં 6.93 ઇંચ, થરાદના સૂઈ ગામમાં 6.81 ઇંચ, ઓગડમાં 5.98 ઇંચ, દેહગામમાં 5.71 ઇંચ, થરાદ અને સોજીત્રામાં 5.04-5.04 ઇંચ તેમજ ડીસા, કઠલાલ અને વસોમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યના પાંચ તાલુકામાં 10 ઇંચથી વધુ, 12 તાલુકામાં 5થી 10 ઇંચ અને 18 તાલુકામાં 4થી 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 71 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
તાજેતરના દિવસોમાં અમદાવાદ, ખેડા, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા આશરે 38 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફ-એસડીઆરએફ સહિતની બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. હાલમાં માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સોમવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ ઘટે તેવી આગાહી કરવામાં આવી છે.

સાંતલપુરમાં 15 ઇંચ સાથે વરસાદનો રેકોર્ડ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.30 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના પાંચ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

ગુજરાતના કુલ 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં 194 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 12 તાલુકામાં 5થી 10 ઇંચ, 18 તાલુકામાં 4થી 5 ઇંચ અને 71 તાલુકામાં એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં મેઘમહેરના કારણે ચોમાસાએ ગતિ પકડી છે.

ખેડૂતોને રાહત, જળાશયોમાં નવા નીરની આવક
સાર્વત્રિક વરસાદથી રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખરિફ પાકને પૂરતું પાણી મળતાં ખેતીને જીવતદાન મળ્યું છે. બીજી તરફ ડેમો, તળાવો અને અન્ય જળાશયોમાં નવા નીરની આવક થતાં પીવાના પાણી અને સિંચાઈ માટે પણ રાહતની આશા વધી છે.

38 હજાર લોકોનું સ્થળાંતર, 3,500નું રેસ્ક્યૂ

તાજેતરના ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા, જ્યારે 3,500થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ પણ તમામ જિલ્લાઓમાં બચાવ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં સિઝનનો 45.84% વરસાદ, નર્મદા ડેમ 68.33% ભરાયો
ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 73.67 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે સૌથી ઓછો 6.32 ટકા કચ્છમાં નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 43.37 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 68.33 ટકા ભરાયો છે. રાજ્યમાં 10 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે 15 જળાશયો હાઈ એલર્ટ, 5 એલર્ટ અને 4 ચેતવણી હેઠળ રાખવામાં આવ્યા છે. વરસાદથી જળસંગ્રહમાં સુધારો થતાં ખેડૂતો અને પાણી પુરવઠા માટે રાહત સર્જાઈ છે.

રાજકોટમાં મધરાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ત્રણ ઈંચ વરસાદથી શહેર તરબોળ
રાજકોટ શહેરમાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતાં આશરે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મનપાના ફાયર બ્રિગેડના આંકડા મુજબ વેસ્ટ ઝોનમાં 73 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 69 મીમી અને ઈસ્ટ ઝોનમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ આશરે 9.50 ઈંચ સુધી પહોંચી ગયો છે.
ભારે વરસાદની અસર હેઠળ શહેરના ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ, વોકહાર્ટ હોસ્પિટલ સામે આવેલી સૂર્યોદય સોસાયટી તેમજ 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક સિદ્ધિવિનાયક પાર્ક વિસ્તારમાં વૃક્ષો પડ્યાની નોંધ ફાયર બ્રિગેડમાં થઈ હતી. જોકે વરસાદ મધરાત્રે વરસતાં કોઈ જાનહાનિ કે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ નહોતી.
હવામાન વિભાગે આજે રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારથી પણ શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં ઠંડુ અને આનંદદાયક વાતાવરણ જોવા મળ્યું છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના જળાશયોમાં વરસાદી પાણીની નવી આવક શરૂ થતાં પાણીની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ : કલેકટર તંત્રની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર તંત્રે નાગરિકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ગત સાંજથી લોધિકા, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી અને જેતપુર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ શરૂ થતાં તંત્રે આગોતરા તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે.
કલેકટર તંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તા, અંડરપાસ અથવા વહેતા પાણીમાંથી વાહન કે પગપાળા પસાર ન થવા તેમજ નદી, નાળા અને જળાશયોથી દૂર રહેવા જણાવ્યું છે. ભારે વરસાદ દરમિયાન વૃક્ષો, વીજ પોલ અથવા અસ્થિર ઇમારતોની નીચે આશરો ન લેવા પણ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, પાક, પશુધન અને ખેતીના સાધનોનું રક્ષણ કરવા તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી અને પાવર બેંક જેવી જરૂરી સામગ્રી વોટરપ્રૂફ બેગમાં તૈયાર રાખવા જણાવાયું છે.
આપત્તિ, જાનહાનિ, રસ્તા બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કોઈ ઇમરજન્સી સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નં. 0281-2471573 તથા ટોલ ફ્રી 1077 પર સંપર્ક કરવા તેમજ અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા તંત્રે અનુરોધ કર્યો છે.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા
ગુજરાતરાજકોટ

બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા

Editor By Editor 1 day ago
ઓમ દાદા ફાઉન્ડેશન દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન
સાતમ અને આઠમના તહેવાર અંતર્ગત વેરાવળ-પ્રયાગરાજ વચ્ચે દોડશે ટ્રેન
સાધુવાસવાણી રોડ પર માતા-પિતા અને પુત્રનો સામૂહિક આપઘાત
લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?