ભાજપ અગ્રણી ભારીત જોષીના નિવાસે ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાને કરેલાઅ સૂચનો અમલમાં મૂકવા સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે “મન કી બાત” કાર્યક્રમનું ડી.ડી. ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલિતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના તમામ વોર્ડ ૧ ના ૯૮૪ બુથ ઉપર કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત વોર્ડ નં.૧, બુથ નંબર ૧૮, રવિ રેસિડેન્સી ખાતે રાજકોટ શહેર ભાજપ અગ્રણી એડવોકેટ ભારીતભાઈ જોષીના નિવાસસ્થાને મન કી બાતનો ૧૩૬ મો એપિસોડ ના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે રોશની કમિટીના ચેરમેન પરેશભાઈ ઠાકર, કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા, સેજલબેન ચૌધરી પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રમુખ નાગજીભાઈ વરુ, મહામંત્રી રાણાભાઈ ગોજીયા ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે તેમનું આ તકે પ્રશાંતભાઈ જોષી અને પ્રવિણાબેન જોષી તથા રવિ રેસીડેન્સી ના રૂપાબેન પરમાર અને પ્રફુલ્લાબેન , ભાવિશાબેન સૂચકે સન્માન કર્યું હતું.
મન કી બાત કાર્યક્રમમાં સુધીરભાઈ પુરોહિત, દીપેનભાઈ સૂચક ,હસુભાઈ દત્તાની, અમિતભાઈ કોઠારી,શહેર ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ, વિનુભાઈ વ્યાસ, ભારિત જોષી,સહિત બૂથ વાલી, બૂથ પ્રમુખ, કાર્યકર્તાઓ, સોસાયટીના રહેવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


