લોકતંત્ર અને વિદ્યાર્થી યુવાનોની જીત બદલ કેન્ડલ માર્ચ અને મીઠાઈ વિતરણ
જંતર મંતર પરથી પેપર લીકના મામલે ઉભી થયેલી ચિનગારી દેશભરમાં જ્વાળામુખી બની
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકસંસદ વિચાર મંચની યાદી મુજબ NEET ની પરીક્ષાઓમાં પેપર લીક ની ઘટના બાદ સમગ્ર ભારતમાં દર વર્ષે જુદી જુદી પરીક્ષાઓમાં પેપરો ફૂટતા ભારતમાં જેટલા ફટાકડા ફૂટે એટલા પેપરો ફૂટતા ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય ત્યારે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે યુવા વિદ્યાર્થીઓ દ્વારા ન્યાય સમાનતા અને સ્વાભિમાન માટે સંઘર્ષની શરૂઆત દિલ્હી ખાતે જંતર મંતર પરથી શરૂ થઈ લદાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂક દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામાં અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા બદલ અનશન શરૂ કરાયા કોકરેચ જનતા પાર્ટી (CJP) ના યુવાનો પણ જોડાયા શરૂઆતમાં આ આંદોલન કારી ઉપર ચાઇના ના એજન્ટ, વિદેશી ફંડિંગ થાય છે, સનાતન ધર્મની વિરુદ્ધ કામો કરે છે સહિતના અનેક આક્ષેપો અંધ ભક્તો અને સરકારના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યા અને તેમ છતાં આંદોલનકારીઓ દ્વારા સોશિયલ મીડિયા માં કેમ્પેઇન ચાલુ કરતા દેશભરમાં 20 જુલાઈ સંસદ કુચનો નારો લગાવ્યો. સરકાર હવે બેકફૂટ પર આવી ગઈ પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના હજારો કિલોમીટર દૂર દેશોમાં મોજ કરવા જતા રહ્યા પરંતુ દિલ્હીમાં જંતર મંતર પર આંદોલનને નજર અંદાજ કરી નજીકમાં પણ મુલાકાત લેવાય નહીં અને ગ્રુહ મંત્રીના આદેશથી સોનમ વાંગચૂકની વહેલી સવારે પોલીસ દ્વારા જબરજસ્તી કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવાનોમાં આક્રોશ અને રોષ ભભૂક્યો. જોતજોતા માં જંતર મંતર પરથી ઉભી થયેલી આંદોલનની ચિનગારી દેશભરમાં જ્વાળામુખી બને એમ હોય ત્યાં જ સરકાર સાનમાં સમજી ગઈ અને આંદોલનકારી સાથે મંત્રણા કરવા તૈયાર થઈ ગઈ મધરાતે પ્રધાનમંત્રી ને ફ્રેન્ડ્સ જેવા શબ્દો વાપરી આંદોલનકારી ને સંબોધન કરવાની ફરજ પડી.
રાજકોટમાં સરકારે માંગ સ્વીકારતા ભક્તિનગર સર્કલ ખાતે લોક સંસદ વિચાર મંચના આગેવાનો, જાગૃત નાગરિકો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી તેમજ નીટની પરીક્ષામાં પેપર લીક ના મામલે 22 યુવા વિદ્યાર્થીઓની આત્મહત્યાના પગલે રાજકોટના જયુબેલી બાગ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે અને કોઠારીયા કોલોની ખાતે તિરુપતિ ડેરી પાસે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરના જાગૃત નાગરિકો પ્રવીણભાઈ લાખાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ બુટાણી, ચંદ્રેશભાઇ રાઠોડ, મગનભાઈ પટેલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, કમલેશભાઈ જોટંગીયા, ભરતભાઈ વસાણી, અમિતભાઈ મહેતા, પ્રજ્ઞેશભાઈ પારેખ, નીરવ ગોહેલ, મહેન્દ્રસિંહ ઝાલા, મનોજભાઈ ઝાપડિયા, મનહરસિંહ ચુડાસમા, અનોપભાઈ સોલંકી, જયંતીભાઈ હિરપરા, ડો. પાર્થ ઠુંમર, ડો. ધર્મેશ ગોહિલ, શંકરભાઈ, કેશુભાઈ છૈયા, સુરેશભાઈ અજાણી, ભરતભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.


