સરદાર પટેલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે રકતદાન કેમ્પ
સિવિલ હોસ્પિટલના લાભાર્થે કરાયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ નિઃશુલ્ક સારવાર માટે આવે છે.
હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે ત્યારે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા ગૌ.વા. વિઠલભાઈ રાદડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે સમસ્ત બેડીપરા પટેલ સમાજની વાડી, બેડીપરા, ભાવનગર રોડ, રાજકોટ ખાતે તા.29, જુલાઈ, બુધવારે સવારે 08 :00 થી બપોરે 01 : 00 વાગ્યા સુધી યોજાયેલા મહારકતદાન કેમ્પમાં રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે.


