જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ રાજકોટ મધ્યે યોજાયેલ કાર્યક્રમ
૧૫૦થી વધુ બાળકો યુવાનોએ જમતી વખતે ટીવી મોબાઈલ ન જોવાનો લીધો સંકલ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈન ધર્મનું પવિત્ર ચાતુર્માસ પર્વ પ્રારંભ થઈ રહ્યું છે તે અંતર્ગત જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ રાજકોટ મધ્યે પંન્યાસ ગીતાર્થરત્ન વિજય મહારાજ સાહેબ તથા હિતાર્થરત્ન વિજય મહારાજ સાહેબની નિશ્રામાં ૧૨ વર્ષથી ૨૫ વર્ષ સુધીના બાળકો યુવક યુવતીઓ માટે સાત રવિવારીય શિબિર નું આયોજન થયું છે. માય લાઇફ માય ચોઈસ વિષય પર આયોજિત પ્રથમ શિબિરમાં ૧૫૦થી વધુ બાળક બાળિકાઓ, યુવક યુવતીઓ જોડાયા હતા. રાઈટ ચોઈસ વિશે સમજણ અને સંસ્કાર મેળવતા ૧૫૦ થી વધુ યંગસ્ટરઓએ જમતી વખતે ટીવી મોબાઈલ ન જોવાના સંકલ્પ લીધા હતા. સંસ્કારનું સિંચન કરતી આ શિબિર દર રવિવારે બપોરે ૩.૩૦ થી ૫.૦૦ સુધી ચાલે છે. આપના સંતાનોને પણ તેમાં સંસ્કારોનું સિંચન કરાવવા જણાવશો. એડમિશન માટે ૯૮૭૯૭૯૭૬૨૮, જેની જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટીઓ દિનેશભાઈ પારેખ, પ્રફુલભાઈ શાહ, જયંતભાઈ શાહ, દીપકભાઈ વસા અને નેહલભાઈ શાહની યાદી જણાવે છે.


