By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ

Editor
Last updated: 2026/07/29 at 3:33 PM
12 hours ago
Share
હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ
SHARE

હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ

૪૩ વર્ષથી ચાલી રહેલી લડત તેજ બની, વકીલો કામગીરીથી અલિપ્ત રહ્યા ; કલેક્ટરને આવેદન પાઠવાયું

અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છના ન્યાયપ્રેમી નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઘરઆંગણે મળી રહે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી રહેલી માંગને લઈ ફરી એક વખત વકીલ આંદોલનના માર્ગે ઉતર્યા છે. રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે મુદ્દે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ બાર એસોસિએશનો દ્વારા બુધવારે એક દિવસની પ્રતિક હડતાળ પાળવામાં આવી હતી. અરજન્ટ કાર્યવાહી સિવાય વકીલો કોર્ટની કામગીરીથી દૂર રહ્યા હતા, જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અદાલતોમાં કામગીરી પર સીધી અસર પડી હતી.
ગત શનિવારે રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બેઠકમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે સવારે ૧૧ કલાકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ વકીલ સંગઠનો દ્વારા કલેકટર, ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપભાઈ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ સ્થાપવાની માંગને વધુ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી.
વકીલ સંગઠનોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચની માંગ વર્ષ ૧૯૮૩થી ચાલી રહી છે. છેલ્લા ૪૩ વર્ષથી આ મુદ્દે અનેક વખત રજૂઆતો, આંદોલનો અને સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વકીલોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં વિવિધ સરકારો દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવાની ખાતરીઓ આપવામાં આવી છે. કેશુભાઈ પટેલની સરકારના સમયથી આ મુદ્દે આશ્વાસનો મળતા આવ્યા છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી.
વકીલ સંગઠનોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર ભૌગોલિક રીતે વિશાળ છે અને અહીંથી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચવામાં લોકોને સમય તેમજ નાણાંનો મોટો ખર્ચ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને પક્ષકારોને હાઈકોર્ટની કામગીરી માટે અમદાવાદ જવું પડે છે. વકીલોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની જરૂરિયાત અંગે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારની વસતી, ભૌગોલિક સ્થિતિ અને ન્યાયિક જરૂરિયાતો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વકીલ સંગઠનોના દાવા પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં હાલના કુલ કેસોમાંથી આશરે ૪૦ ટકા કેસો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ કાર્યરત થાય તો લાખો લોકોને ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળી શકે તેમ છે.
વકીલોએ અન્ય રાજ્યોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચાર, પશ્ચિમ બંગાળમાં ત્રણ, આસામ જેવા નાના રાજ્યમાં ચાર, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં બે હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જ્યારે ગુજરાત જેવા મોટા અને ઔદ્યોગિક રાજ્યમાં માત્ર અમદાવાદ ખાતે જ હાઈકોર્ટ છે.
વકીલોનો સવાલ છે કે જ્યારે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક સુવિધા માટે હાઈકોર્ટ બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિશાળ વિસ્તારમાં રાજકોટને હાઈકોર્ટ બેન્ચ કેમ આપવામાં આવતી નથી? આજે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓના વકીલો હડતાળમાં જોડાયા હતા. અરજન્ટ કેસોને બાદ કરતાં વકીલોએ અન્ય તમામ કોર્ટ કાર્યવાહીઓથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો. વકીલ સંગઠનોનું કહેવું છે કે આ માત્ર વકીલોનો પ્રશ્ન નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના સામાન્ય નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટેની લડત છે. જ્યાં સુધી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળતી નથી ત્યાં સુધી આ મુદ્દે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ
રાજકોટ

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

Editor By Editor 6 days ago
લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘છકડા રિક્ષા’નું મિનિએચર મોડેલ પ્રદર્શિત કરાયું
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં એચ આર કોન્કલેવ યોજાઈ
ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
વામન દેહધારી વિરાટ વ્યક્તિત્વઃ મુળવંતભાઈ જી. દોમડીયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?