By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

Editor
Last updated: 2026/07/29 at 3:42 PM
12 hours ago
Share
ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ
SHARE

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

NUTRICIA HEALTHCAREના નામે બે વર્ષ સુધી જુદા-જુદા બહાનાં હેઠળ રૂપિયા પડાવ્યા; રિફંડ અપાવવાના નામે આરબીઆઈ અધિકારી અને હાઈકોર્ટના નકલી દસ્તાવેજો બતાવી વધુ છેતરપિંડી

અગ્ર ગુજરાત, રાજકોટ

સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક જાહેરાતો અને ઓનલાઈન હેલ્થ પ્રોડક્ટ્સ મંગાવવાનો ટ્રેન્ડ હવે સાયબર ઠગો માટે કમાણીનું મોટું સાધન બની રહ્યો છે. રાજકોટમાં 62 વર્ષીય વૃદ્ધા સાથે બનેલી રૂ.84.38 લાખની સાયબર છેતરપીંડીની ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી લિંકો પર વિશ્વાસ કરવો કેટલો જોખમી બની શકે છે. વજન ઘટાડવાની હર્બલ દવા ખરીદવાની સામાન્ય ઈચ્છાએ વૃદ્ધાને બે વર્ષ સુધી ચાલેલી સાયબર ગેંગની જાળમાં ફસાવી દીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કાલાવડ રોડ વિસ્તારની યોગીદર્શન સોસાયટીમાં રહેતી કુસુમબેન પ્રદીપભાઈ ટાંકે ડો. અમન મિશ્રા, શિવમ શર્મા, ડો. મુકુલ સિંહ, હર્ષવર્ધન, દીપક ચોપડા સહિત અનેક અજાણ્યા બેંક ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ અલગ-અલગ ઓળખ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વિશ્વાસ જીત્યો અને તબક્કાવાર લાખો રૂપિયા પડાવ્યા હતા.
ફરિયાદ અનુસાર વર્ષ 2024 દરમિયાન કુસુમબેન ફેસબુક પર રિલ્સ જોતા હતા ત્યારે વેઇટ લોસ માટેની હર્બલ દવાની જાહેરાત જોવા મળી હતી. જાહેરાત સાથે આપેલી લિંક ખોલીને તેમણે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર ભર્યો હતો. બીજા જ દિવસે પોતાને NUTRICIA HEALTHCAREના ડોક્ટર તરીકે ઓળખાવનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. શરૂઆતમાં માત્ર એક મહિનાની દવા માટે રૂ.4 હજાર માંગવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ અસરકારક સારવાર, લાંબા કોર્સ અને ખાસ દવાઓના બહાને વારંવાર અલગ-અલગ રકમ ભરાવવામાં આવી હતી.
આરોપીઓએ માત્ર દવા વેચવાથી સંતોષ માન્યો નહીં પરંતુ દરેક તબક્કે નવી વાતો ઉભી કરીને વધુ નાણાં પડાવ્યા હતા. ક્યારેક વધુ શક્તિશાળી દવા મોકલવાની વાત કરવામાં આવી તો ક્યારેક સારવાર પૂર્ણ કરવા ખાસ પેકેજ લેવાની સલાહ આપવામાં આવી. વિશ્વાસ જાળવી રાખવા માટે કેટલીક દવાઓ કુરિયર મારફતે ઘરે પણ મોકલવામાં આવી હતી. પરિણામ ન મળતાં ફરી નવી દવા અને નવા ખર્ચની વાતો શરૂ થતી રહી. આ દરમિયાન ફરિયાદીએ પોતાની બહેન, પાડોશી અને પુત્રના મિત્ર પાસેથી પણ રૂપિયા ઉછીના લઈને આરોપીઓના જણાવ્યા મુજબ વિવિધ ખાતાઓમાં જમા કરાવ્યા હતા.
લગભગ છ મહિનાની આ પ્રક્રિયા બાદ આરોપીઓએ નવો ખેલ શરૂ કર્યો. કંપનીમાં જમા કરાવેલી રકમ પરત મળશે તેવી લાલચ આપવામાં આવી, પરંતુ તેના માટે પહેલા પ્રોસેસિંગ ફી, પછી પેનલ્ટી, ફાઈલ ચાર્જ, જીએસટી અને અન્ય સરકારી ખર્ચના નામે સતત વધુ રકમ માંગવામાં આવતી રહી. પોતાને આરબીઆઈનો અધિકારી ગણાવનાર હર્ષવર્ધને વિશ્વાસ વધારવા માટે તેલંગાણા હાઈકોર્ટનો કથિત ઓર્ડર અને વિવિધ દસ્તાવેજોની પીડીએફ પણ મોકલી હતી. અંગ્રેજીમાં આવેલા આ દસ્તાવેજોને સાચા માની ફરિયાદી સતત રૂપિયા ચૂકવતા રહ્યા.
આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદીએ મળેલો કથિત હાઈકોર્ટનો ઓર્ડર સમજવા માટે પોતાના ભાણેજને મોકલ્યો હતો. આ બાબત પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચતાં દુબઈમાં રહેતા તેમના પુત્રને સમગ્ર હકીકતની જાણ થઈ. પુત્રે તમામ વિગતો સાંભળ્યા બાદ માતાને સમજાવ્યું કે તેઓ વ્યવસ્થિત રીતે સાયબર ઠગોના જાળમાં ફસાયા છે અને હવે કોઈ રિફંડ મળવાનો નથી. ત્યારબાદ બે વર્ષ દરમિયાન થયેલા તમામ બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો એકત્ર કરીને ફરિયાદીએ સૌપ્રથમ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિવિધ બેંક ખાતાઓમાં ગયેલી રકમ, મોબાઈલ નંબર, ડિજિટલ ટ્રેલ અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર દેખાતી અજાણી જાહેરાતો, વેઇટ લોસ કે અન્ય ચમત્કારિક દવાઓના દાવા અને રિફંડના બહાનાં હેઠળ રૂપિયા માંગતા અજાણ્યા લોકો સામે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ. કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર થાય તો વિલંબ કર્યા વગર 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જરૂરી છે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પતિના મૃત્યુ બાદ છુટાછેડાનો આદેશ રદ કરી પત્નીને વિધવાનો દરજ્જો અપાયો
અમદાવાદ

 પતિના મૃત્યુ બાદ છુટાછેડાનો આદેશ રદ કરી પત્નીને વિધવાનો દરજ્જો અપાયો

Editor By Editor 2 days ago
સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી
જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
રાજકોટથી પસાર થતી ૧૦૦થી વધારે ટ્રેન પ્રભાવિત
રાજકોટ DRDAના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સરકારે પી.એમ.ગલચરને સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?