By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

Editor
Last updated: 2026/07/29 at 3:45 PM
2 months ago
Share
રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત
SHARE

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

મિત્રની ખબર પૂછવા નીકળેલા બે વડીલોને સણોસરા પાટીયે વળાંક લેતી વખતે નડ્યો ગંભીર અકસ્માત

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જામનગર હાઇવે પર મંગળવારે બનેલા એક કરુણ માર્ગ અકસ્માતે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પોતાના બીમાર મિત્રની ખબર-અંતર પૂછવા માટે ઘરેથી નીકળેલા બે વડીલ મિત્રો સણોસરા ગામના પાટીયા પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં બંનેએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ બંને પરિવારો તેમજ સમગ્ર લૈયારા અને મહાદેવનગર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે.
મૃતકોમાં લૈયારા ગામના 64 વર્ષીય નટુભા સીદુભા જાડેજા અને મહાદેવનગર વિસ્તારમાં રહેતા 67 વર્ષીય તળશીભાઈ કુરજીભાઈ શીંગાળાનો સમાવેશ થાય છે. બંને વચ્ચે વર્ષોથી મિત્રતા હતી અને ગામમાં પણ તેઓ સૌના પરિચિત હતા. ઘટનાના દિવસે તેઓ સણોસરા ગામમાં રહેતા પોતાના એક મિત્ર બાબભા જાડેજાની તબિયત સારી ન હોવાથી તેમની મુલાકાત લેવા અને ખબર પૂછવા માટે મોટરસાયકલ પર નીકળ્યા હતા.પરિવારજનોના જણાવ્યા મુજબ સવારે નટુભા જાડેજાએ પોતાના પુત્રને મિત્રને મળવા જવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ પોતાના મોટરસાયકલ પર તળશીભાઈને પાછળ બેસાડીને સણોસરા તરફ રવાના થયા હતા. થોડા સમય બાદ પરિવારને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે સણોસરા ગામના પાટીયા નજીક રાજકોટ-જામનગર હાઇવે પર તેમનો ગંભીર અકસ્માત થયો છે.
પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડની બાજુમાં પડેલા હતા. નટુભાના માથા, બંને પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તળશીભાઈના માથા, કપાળ અને જમણા પગમાં ગંભીર ઘા લાગ્યા હતા. ઘટનાસ્થળે તેમનું મોટરસાયકલ તેમજ અકસ્માતગ્રસ્ત અર્ટિગા કાર પણ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ નટુભા જાડેજા મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. સણોસરા ગામ તરફ વળાંક લેતા સમયે જામનગર તરફથી પૂરઝડપે આવી રહેલી અર્ટિગા કાર બાઇક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આસપાસના લોકો દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં બંનેને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ બપોર દરમિયાન તળશીભાઈ શીંગાળાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ નટુભા જાડેજાની સ્થિતિ પણ વધુ ગંભીર બનતાં તેઓ પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. એક જ અકસ્માતમાં બે મિત્રોના મોત થતાં બંને પરિવારો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અર્ટિગા કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યાનો ગુનો નોંધ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
મિત્રની તબિયત પૂછવા નીકળેલી સફર જીવનની છેલ્લી સફર સાબિત થતાં લૈયારા અને મહાદેવનગર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંને વડીલોના અવસાનના સમાચાર મળતા સગા-સંબંધીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચ્યા હતા. ગામમાં લાંબા સમયથી સામાજિક જીવન સાથે જોડાયેલા બંને મિત્રોના એકસાથે થયેલા નિધનથી સમગ્ર પંથકમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?