વ્રજધામ સંકુલમાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય મહોત્સવ યોજાયો
૧૦૦થી વધારે વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વ્રજધામ સંકુલ ખાતે ગુરુભક્તિનો ભવ્ય મહોત્સવ યોજાયો – હજારો વૈષ્ણવોએ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા – VYO દ્વારા ‘Feed the Hungry’ વૈશ્વિક સેવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુરુપૂર્ણિમાના પાવન અને પવિત્ર અવસરે વ્રજધામ સંકુલ ખાતે ગુરુભક્તિ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દેશના અનેક શહેરો તેમજ બહારગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવો વ્રજધામ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર સંકુલમાં ગુરુવંદના, ભક્તિ અને આનંદનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. હજારો હરિભક્તોએ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમારજી મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ તેમના પ્રેરણાદાયી વચનામૃતનો લાભ લીધો. કાર્યક્રમ દરમિયાન અનેક રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તથા ઉદ્યોગજગતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊર્જા અને નવી દિશા આપી હતી. ગુરુપૂર્ણિમાના આ શુભ દિવસે વહેલી સવારે ૧૦૦થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ પ્રસંગે ડો.હેમાંગભાઈ જોષી (સાંસદ વડોદરા), ડૉ.જય પ્રકાશભાઈ સોની (શહેર પ્રમુખ, વડોદરા), કેયુરભાઈ રોકડિયા (ધારાસભ્ય, વડોદરા), શ્રી જયેશભાઈ ઠક્કર (ઉદ્યોગપતિ), ભાર્ગવભાઈ ભટ્ટ (ભૂતપૂર્વ મહામંત્રી, ગુજરાત રાજ્ય એકમ), ભરતભાઈ ડાંગર (પૂર્વ મેયર), ડો.દર્શનભાઈ અને પારૂલબેન બેંકર, સુરેશભાઈ પટેલ (સામાજિક કાર્યકર વડોદરા), સતીશ પટેલ (ભાજપ વડોદરા), મયંકભાઇ પટેલ (બિલ્ડર), પ્રિતેશભાઇ શાહ (બિલ્ડર) તથા ઉપસ્તિથ નગરસેવકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


