જોહર કાર્ડસમાં ફ્રેન્ડશીપ દિવસ અંતર્ગત ગીફટ, બેલ્ટનો ખજાનો
અગ્ર ગુજરાત, રાજકોટ
રવિવાર તા.૨ ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે છે. મિત્રતાને કોઈ વય હોતી નથી, મિત્રતા ગમે ત્યારે, ગમે તેની સાથે નાત, જાતના ભેદભાવ વગર બંધાઈ જતી હોય છે. ફ્રેન્ડશિપ ડેને ઉજવવા યુવાધન ઘેલું બન્યું છે. રાજકોટ શહેરમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવા યુવાનોની કેવી પસંદગી છે ? ઘણા વર્ષોથી ફ્રેન્ડશિપ ડે એક તહેવાર બની ગયો છે, જેમાં નાના બાળકોથી મોટા ઉમરના લોકો બેલ્ટ અને ગિફ્ટ
ની ખરીદી કરતા હોય છે, રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ડસવાળા યુસુફઅલી તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરી વાળા જોહરભાઈએ ફ્રેન્ડશિપ ડેના કાર્ડસ અને ગીફટ આવી ગયેલ છે તેમજ ફ્રેન્ડશીપ બેલ્ટ ઘણા જ પ્રકારના આવેલ છે. લાબુબુ, યુનિકોન, ફ્રેન્ડશિપ બેલ્ટ નવું આકર્ષણ, જેમાં આ વખતે કોમ્બો સેટ આવેલ જેમાં ઘડિયાળ, કીચેન, ચોકલેટ આવે, ઈ સિવાય કપલ બેલ્ટ ઘણી પ્રકાર બેલ્ટ આવેલા છે જેમાં મેગનેટ વાળા બેલ્ટ જેમાં હાથ, દિલ વાળા મેગનેટ આવે, અલગ અલગ સિમ્બોલવાળા ફેન્સી બેલ્ટ, લેધરમાં અલગ અલગ બેલ્ટ, ક્રીસ્ટલના બેલ્ટ, કોટન રેશમની ગૂંથણીવાળા બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ અને લોકેટ, માય ડીયર ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ વિ. લખાણવાળા બેલ્ટ, ઘડિયાળ વાળા બેલ્ટ, બાળકો માટે લાઇટ વાળા બેલ્ટ, સિલિકોન વાળા બેલ્ટ તે સિવાય ઘણી ફ્રેન્ડશિપ બેલ્ટમાં વેરાયટીઓ આવેલ છે, આ સિવાય દોસ્તો માટે ચોકલેટ, ઘડિયાળ, કીચેન વગેરે આપી શકાઈ છે, આ ઉપરાંત સ્ક્રેપ બૂક આવેલી છે, બૂક મા જેમાં દોસ્તો વીસે માહિતી ભરવાની હોય છે, સાથે ફ્રેન્ડશિપ ડે ના કાર્ડસ મા મોટા કાર્ડ થી લઈને નાના કાર્ડ આવેલ છે.


