વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
વિકાસ કાર્યો અંગે કોર્પોરેટરના પતિની ભૂમિકા વિશેના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ વોર્ડ નં.૧૫ના ભાજપના કોર્પોરેટર નિલેશ હેરભાની માનસિકતા ભૂલાઇ ગઇ છે. પાંચ વર્ષ પહેલા તેમના માતા કોર્પોરેટર હતા ત્યારે તેમના પિતા રામભાઇ હેરભા અને તમે પણ કોંગ્રેસના લોકોના કામ કરતા હતા. કોંગ્રેસના ચારે ઉમેદવારોને મતદારોએ બહુમતીથી વિજય બનાવ્યા છે તો આ બંધારણીય જોગવાઇ પ્રમાણે નિલેશભાઇ હેરભાનો વિજય થયો છે એટલે બહુ હરખાવાની જરૂર નથી.
મનીષાબેન પ્રવિણભાઇ રોજાસરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વીડિયોમાં મારા તથા મારા વોર્ડના વિકાસ કાર્યો અંગે તેમજ માતા પતિની ભૂમિકા વિશે કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા, ભ્રામક અને હક્કીતથી વિપરીત છે. મારા પતિ માત્ર જરૂરી કામમાં સહયોગી રીતે મદદ કરે છે. જયારે મહિલાઓ સંબંધીત પ્રશ્નો, જનસંપર્ક અને વોર્ડના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું જાતે જ સતત હાજર રહૂ છું.
જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમને હું અપીલ કરૂ છું કે સોશ્યલ મીડિયામાં ખોટી માહિતી પ્રસારીત કરીને સસ્તી પ્રસિધ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાને બદલે વોર્ડ નં.૧૫માં આવી સ્થાનિક નાગરિકો પાસેથી વાસ્તવિક સ્થિતિ જાણે. મારા કાર્યનો નિર્ણય વોર્ડની જનતા કરશે. ઉપરાંત અંદાજે પાંચ વર્ષ પહેલા જયારે નિલેશભાઇ હેરભાના માતા વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર હતા ત્યારે તેમના પરિવારના સભ્યો પણ કામગીરીમાં સહયોગ આપતા હતા. તેથી આજે આ મુદ્દે કરવામાં આવતા આક્ષેપો દ્વિધોરણ દર્શાવે છે. હું તમામને વિનંતી કરૂ છું કે કોઇપણ વ્યકિતની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે તેવા પાયાવિહોણા આક્ષેપોથી દૂર રહે અને વિકાસના મુદ્દાઓને બિનજરૂરી રાજકારણથી દૂર રાખે.


