ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ
નિષ્ણાંત અને અનુભવી ડોકટરો દર્દીનું નિદાન કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ સુપરસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા. ૦ર-૦૮-ર૦ર૬ને રવિવારના રોજ સવારે ૦૯-૦૦ થી ૧ર-૦૦ કલાક દરમિયાન ગુલાબવાડી (મોઢ બ્રાહ્મણ સમાજની વાડી) મીલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આ નિદાન કેમ્પમાં રાજકોટના અનુભવી અને ખ્યાતનામ ડોકટરો એવા જનરલ અને ટ્રોમા સર્જન ડો. કૌશિકભાઈ પટેલ, ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિષ્ણુભાઈ વંદુર, ઓર્થોપેડીક સર્જન ડો. પૂર્વમભાઈ જીવરાજાની, કીડની રોગના નિષ્ણાંત ડો. વિપુલભાઈ પરમાર, દાંતના સર્જન ડો. તેજસભાઈ ત્રિવેદી, ત્વચા રોગ નિષ્ણાંત ડો. અસ્મીબેન પંડયા, ડાયાબીટસ, થાઈરોડ નિષ્ણાંત ડો. વિવેકભાઈ ત્રિવેદી તથા ડાયાટિશિયન ડો. આકાશભાઈ દવે વગેરે નિ:શુલ્ક નિદાન કરશે.
કોઈપણ જાતના ચાર્જ વગર થનાર આ સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીની શારીરિક તપાસ કરીને રોગ સંબંધી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે, સાથે કેમ્પમાં કેલ્સીયમ અને વિટામીનની દવા પણ નિ:શુલ્ક આવશે. જેઓ આ કેમ્પમાં ભાગ લેવા માંગે છે તેઓ નીચે દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર વ્હોટસએપ ઉપર સંપક કરી શકે છે અને નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
વિમલભાઈ ત્રિવેદી – ૯૭ર૪૯ ૦૦૭૭૭, ૯પપ૮૬૬૪૧૬પ તથા ગૌતમભાઈ ત્રિવેદી-૯૮૭૯૧ ૭૦૬૦૩૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. સેવાના હેતુસર રાખેલા આ મેડીકલ કેમ્પનો જ્ઞાતિજનો અવશ્ય લાભ લે તેવી વિનંતી શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.


