નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે કયા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે? : પ્રશાંત વાળા
૧૦૫ વિદ્યાર્થીઓને ગોળીએ વિંધનાર કોંગ્રેસ માફી ક્યારે માંગશે ?
અગ્ર ગુજરાત, રાજકોટ
લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ વિરોધના નામે ઇતિહાસને ભૂલી જવો કે પસંદગીપૂર્વક યાદ કરવો એ રાજકીય પ્રમાણિકતા નથી.રાજકીય પક્ષો પોતાના રાજકીય લાભ માટે વિદ્યાર્થીહિતની વાતો કરી વિધાર્થીઓને ગુમરાહ કરવાનાં કાવતરા કરે, તો દેશની જનતા તેમને તેમનો ભૂતકાળ યાદ કરાવે એ સ્વાભાવિક છે.
દિલ્હીના જંતર-મંતર ખાતે બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે દુષ્પ્રચાર કરી રહ્યા છે. પરંતુ એ જ કોંગ્રેસે ક્યારેય પોતાના ઇતિહાસના સૌથી કાળા અધ્યાય—ગુજરાતના નવનિર્માણ આંદોલન—વિશે આત્મચિંતન કર્યું છે? વાસ્તવિકતા એ છે કે,નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલાં વિદ્યાર્થીઓના પરિવારની કોંગ્રેસે કે ગાંધી પરિવારે આજદિન સુધી ક્યારેય માફી પણ માંગી નથી.
ગુજરાતના નવનિર્માણ આંદોલનને ભારતના ઇતિહાસના સૌથી મોટા વિદ્યાર્થીઆંદોલનોમાં સ્થાન મળ્યું છે.સાલ ૧૯૭૩ના ડીસેમ્બર મહિનામાં સૌ પ્રથમ મોરબી એન્જીનીયરીંગ કોલેજ અને ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ભોજનના વધારેલા દર સામે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો. શરૂઆતમાં આ માત્ર વિદ્યાર્થી આંદોલન હતું, પરંતુ ટૂંક સમયમાં જ તે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કુશાસન સામેના જનઆંદોલનમાં પરિવર્તિત થયું.
તે સમયે ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો હતો.વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ, મધ્યમવર્ગ, મહિલાઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાતા ગયા અને સમગ્ર ગુજરાતમાં વિરોધની જ્વાળા પ્રસરી ગઈ.શાળા-કોલજો બંધનું એલાન આપવામાં આવ્યું.ઠેર-ઠેર દેખાવો શરુ થયા.જોતજોતામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા.શિક્ષણમંત્રી આયેશા બેગમે વિદ્યાર્થીઓના આંદોલનને રાષ્ટ્રવિરોધી આંદોલન જાહેર કર્યું.આંદોલન વધુ ઉગ્ર બની ગુજરાતના ૩૩ જેટલાં શહેરોમાં ફેલાય ગયું હતું.કોંગ્રેસ સરકારે અમદાવાદ,વડોદરા તેમજ પાલનપુર જેવા નાના શહેરોમાં પણ કર્ફ્યું લગાવ્યો હતો.વિદ્યાર્થીનીઓએ કોંગ્રેસ કાર્યાલયો પર જઈને બંગડીઓ ફેંકી ઉગ્ર દેખાવો કર્યા.વિદ્યાર્થીઓની ધરપકડનો દૌર શરુ થયો.આંદોલનનો વ્યાપ વધતો ગયો. તેવા આક્ષેપ ભાજપના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા આકરા પ્રહાર કર્યા છે.


