આડેધડ બેનર, પોસ્ટ, બોર્ડ લગાડતા ૨૪ આસામીઓને મનપાની નોટીસ
મુખ્ય સર્કલો, માર્ગો, ડિવાઇડર પર લટકાવતા તંત્રની કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા જુન-૨૦૨૬ અને જુલાઈ-૨૦૨૬માં નીચે મુજબના કુલ ૨૪ આસામીઓને નોટિસ આપવામાં આવેલ છે.
તિન્ય યાત્રા, શ્રી હરિ કલીનીક, સ્ટડી વાલા, પધારો રેસ્ટોરન્ટ શ્રી સરસ્વતી ક્લાસીસ, રાજ રીલેક્સન, શ્રી જીવનદીપ વિદ્યાલય, સ્માઈલ પ્લસ હોસ્પિટલ, લીટલ મિલેનિયમ, જતન, સરજન સિગ્નેટ, મેડીયમ ઈન્ફોવે, શ્રી એકેડેમી, ન્યુ એરા ગર્લ્સ હોસ્ટેલ, યુનિવર્સલ સ્કૂલ, પેરેડાઈઝ બોયઝ હોસ્ટેલ, શ્રી વાસુદેવ વિદ્યાલય, ક્રિએટીવ મોટર્સ, જસ્ટ સ્માઈલ ડેન્ટલ કલીનીક, લાઈફ કેર ક્લીનીક, શ્રી રાજસ્થાન સ્વીટ, આનંદી ક્લાસીસ, કોરકોન્સેપ્ટ, શ્રી જ્ઞાનયજ્ઞ ક્લાસીસને નોટીસ ફટકારી હતી.
રાજકોટની જાહેર જનતાને જણાવવાનું કે, રાજકોટ શહેરના માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ. તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.


