લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
૬૦ વર્ષની તમામ બેંચના પૂર્વ વિદ્યાર્થીઓના રીન્યુનનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક વિદ્યાલય (ગુજરાતી માધ્યમ), રાજકોટ દ્વારા શાળાના સુવર્ણ ઇતિહાસને ઉજવવા માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 ઓગસ્ટ, 2026, રવિવારના રોજ સાંજે 4:30 કલાકે શાળાના કેમ્પસ ખાતે “Reunion 2026” નો કાર્યક્રમ યોજાશે.
ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં શાળાની સ્થાપનાથી આજદિન સુધીની અંદાજે 60 વર્ષની તમામ બેચના પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોને એક જ મંચ પર લાવવાનો ભવ્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની યાદોને તાજી કરવા અને ગુરુ-શિષ્યના સંબંધને ફરી જીવંત કરવાનો આ એક અનોખો અવસર છે.
આ યાદગાર મિલનમાં જોડાવા ઈચ્છુક તમામ પૂર્વ વિદ્યાર્થીઓને નોંધણી/માહિતી માટે પ્રકાશ ખાગ્રામનો 99791 76216 પર અને ઓનલાઈન નોંધણી માટે https://forms.gle/LDKyrAo1gfvrANSa6 નો ઉપયોગ કરવા જણાવાયું છે.
શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય રીયુનિયન 2026 ના આયોજન ને સફળ બનાવવા આચાર્ય માલતીબેન ચૌહાણ, પૂર્વ આચાર્ય નીતાબેન વ્યાસ, દિવ્યેશ રાણપરા, દીપેન રાણપરા, પ્રકાશ ખગ્રામ, ભુપેન્દ્ર બેશ, શ્વેતા બેશ સહિત નાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


