By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

Editor
Last updated: 2026/08/05 at 4:44 PM
24 minutes ago
Share
9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
SHARE

9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

ભાઈને બચાવવા વચ્ચે પડેલા જયરાજસિંહ પર જીવલેણ છરીનો હુમલો કરાયો હતો; હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં દોષિત ઠેરવી સેશન્સ કોર્ટે ફટકાર્યો કડક દંડ, 14 સાક્ષી અને 46 દસ્તાવેજી પુરાવા બન્યા નિર્ણાયક

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં વર્ષ 2017 દરમિયાન ભારે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા કેસમાં લગભગ નવ વર્ષ બાદ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડીશનલ સેશન્સ જજ આઈ.બી. પઠાણની અદાલતે આરોપી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજાને હત્યા તથા હત્યાની કોશિશના ગુનામાં દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી છે. સાથે જ વિવિધ કલમો હેઠળ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ 29 ડિસેમ્બર, 2017ના રોજ બપોરના સમયે ઋતુરાજસિંહ જાડેજા પોતાના મિત્ર સમર્થસિંહ સાથે બુલેટ મોટરસાયકલ પર ભોમેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન માતાનો ફોન આવતા તેઓ પુનીતનગર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના ભાઈ જયરાજસિંહ અને આરોપી અજયસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. ભાઈઓ વચ્ચેનો વિવાદ શાંત કરવાના પ્રયાસ દરમિયાન ઘટનાએ અચાનક હિંસક વળાંક લીધો હતો.
આરોપી અજયસિંહે પોતાની પાસે રહેલી છરી કાઢી પહેલા ઋતુરાજસિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાઈને બચાવવા માટે જયરાજસિંહ વચ્ચે પડતા તેમના શરીરના ડાબા ભાગે જીવલેણ છરીનો ઘા ઝીંકાયો હતો. ત્યારબાદ ઋતુરાજસિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો અટકાવવાના પ્રયાસમાં તેમને હાથ અને પગ પર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ આરોપી ધનરાજસિંહ ઉર્ફે ઠેડાએ પણ હુમલામાં સક્રિય ભૂમિકા ભજવી સમર્થસિંહનો પીછો કર્યો હતો.
બનાવ બાદ આસપાસના લોકો દોડી આવતા બંને આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ગંભીર હાલતમાં ઘવાયેલા જયરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઋતુરાજસિંહની સારવાર બાદ તેમના નિવેદનના આધારે પોલીસમાં હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને નવા વર્ષની શરૂઆતમાં જ ભાવનગર રોડ પરથી ખાનગી બસમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બનાવ સમયે પહેરેલા કપડાં તથા હુમલામાં વપરાયેલી છરી પણ કબજે કરવામાં આવી હતી. કેસની કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી અજયસિંહ પેરોલ પર મુક્ત થયા બાદ 723 દિવસ સુધી ફરાર રહેતા કેસ વધુ ચર્ચામાં આવ્યો હતો. બાદમાં પોલીસે ફરી તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ધારાશાસ્ત્રી રક્ષિતભાઈ કલોલાની નિમણૂક કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા, ઘટનાના પ્રત્યક્ષદર્શી સમર્થસિંહ જાડેજા, પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, ઓળખ પરેડ કરનાર અધિકારી સહિત કુલ 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ઉપરાંત 46 દસ્તાવેજી પુરાવા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારપક્ષ અને ફરિયાદી પક્ષે ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓનો પણ આધાર લઈ પોતાની દલીલો રજૂ કરી હતી.
અદાલતે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું વિશ્લેષણ કર્યા બાદ બંને આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યાના ગુનામાં આજીવન સખત કેદ અને રૂ.25 હજાર દંડ, કલમ 307 હેઠળ હત્યાની કોશિશ બદલ 10 વર્ષની સખત કેદ તથા રૂ.10 હજાર દંડ અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ચાર મહિનાની સજા તથા રૂ.1 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રક્ષિતભાઈ કલોલાએ અસરકારક દલીલો રજૂ કરી હતી, જ્યારે મૂળ ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા તરફથી ધારાશાસ્ત્રીઓની ટીમે પણ પુરાવા અને કાનૂની મુદ્દાઓને મજબૂતીથી અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આવેલા આ ચુકાદાને પીડિત પરિવાર માટે મહત્વપૂર્ણ ન્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.

You Might Also Like

માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી

વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારે વરસાદની અસર! આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં ભડકો થયો
ગુજરાતરાજકોટ

ભારે વરસાદની અસર! આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં ભડકો થયો

Editor By Editor 4 days ago
ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ
ગીરગઢડાના દ્રોણ ગામનો દીકરો ભાવેશ બારૈયા  દેશના અગ્રણી અલ્ટ્રા રનર્સમાં સામેલ
રાજુલાના કોટડી ગામે સસલાનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?