GIDC કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતી કોંગ્રેસ : શકિતસિંહના આકરા પ્રહાર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી, પૂર્વ સાંસદ રાજ્યસભા શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સુપ્રીમકોર્ટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના અધિકારીના બદ ઈરાદા એટલે કે, ભ્રષ્ટ, સત્તાના દુરપયોગ અને જેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવે તે પ્રકારના નિર્ણય કર્યા બાબતને હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખીને ફરી વખત સુપ્રીમકોર્ટે કહ્યું છે કે અધિકારીનો નિર્ણય માલાફાઈડ હતો. વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાના ૨૦ પ્લોટને ખેતીની જમીનની સાથે અદલા બદલ કરવાના નિર્ણયને અગાઉ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બનેલી ડિવિઝન બેચે રદ કર્તાની સાથે નિરીક્ષણ કર્યું હતું કે, GIDCના દ્વારા સામેવાળા સાથે મિલીભગત કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે, આ સાથે એક જાગૃત નાગરિકે કરેલી PILને ગ્રાહ્ય રાખીને ભ્રષ્ટાચારથી ભરેલા પ્લોટ ફાળવણીના હુકમને હાઈકોર્ટે રદ કર્યો હતો અને ખુબજ ગંભીર ઓબ્ઝર્વેશન GIDCના અધિકારી સામે કરેલા હતા જેને સુપ્રીમકોર્ટે ફરી વખત પોતાના જજમેન્ટમાં નોંધીને એ સાબિત કરી આપ્યું છે કે જીઆઈડીસીમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે. આ અંગે ઇન્કમટેક્ષ, CBI, અને EDની તપાસ કેમ થતી નથી એ મોટો સવાલ છે?
હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના કડક વલણ પછી પણ ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓએ ૨૦ પ્લોટની સામે ખેતીની નજીવી કિંમતની જમીન આપી દેનાર વ્યક્તિને વળતરની રકમ આપવામાં પણ ખોટા અને મોટા ગફ્લા કરેલા હતા. સુપ્રીમકોર્ટે વળતર માટે ગુજરાત સરકારે જુના કાયદા મુજબ ૫.૮૫ કરોડો અને નવા કાયદા મુજબ ૨૪.૭૨ કરોડ અને વ્યાજ એમ મળીને વળતરના કરોડો રૂપિયા આપવાનો જે નિર્ણય કર્યો હતો તેને નામદાર સુપ્રીમકોર્ટે રદ કરીને માત્ર ૧ કરોડ ૧૭ લાખ જેવી નજીવી રકમ વળતર માટે આપવા પાત્ર થાય છે તેમ નિર્ણયમાં જણાવેલા છે.
આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષની માંગણી છે કે, (૧) હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટે જયારે સ્પષ્ટ રીતે GIDCના અધિકારીઓના ભ્રષ્ટ વહીવટ (માલાફાઈડ) ઇનટેશન માટે સ્ટ્રીક્ચર પાસ કર્યા છે ત્યારે સરકાર આવા અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરતી નથી. (૨) GIDCના અંદર સતત ચાલતા ભ્રષ્ટાચાર અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે અને મોટા માનીતાને મદદ કરવા માટે GIDCને જે નીતિઓ વારંવાર જે બદલાતી રહી છે તેના માટે જ્યુડિશિયલ કમીશનની તપાસ સોપવામાં આવે તપાસનો રિપોર્ટ જાહેર જનતામાં ખુલ્લો મુકવામાં આવે. (૩) નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજીએ શા માટે પ્લોટ આપ્યા ? (૪) અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે ? (૫) ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.


