કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
ઘી, માવાના ચાર નમૂના લેવાયા : કનૈયા ડેરીમાંથી પડતર પેંડા, મીઠાઇ અને શ્રીખંડનો ૯૫ કિલો જથ્થો ઝડપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ (Analogue) ડેરી ઉત્પાદનો ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તેમજ પરિવહન પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો જેમકે રિટેલ, હોલસેલ વેચાણ કરતાં તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને કેન્ટીન કે ક્લાઉડ કિચન દ્વારા વાનગી બનાવવા માટે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા આદેશ આપવામાં આવે છે.
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 78 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ 113 Kg અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 16 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.21,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ચકાસણી માટે કુલ 4 નમૂના લેવામાં આવેલ.
કનૈયા ડેરી ફાર્મની દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા 1, શેરી નં-3, આજીડેમ ચોકડી પાસે મહીકા રોડ, હાઈજીનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપેલ. સ્થળ પર સંગ્રહ કરેલ વાસી, પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ પડતર મીઠાઈ, પડતર શ્રીખંડ નો કુલ મળી 95 kg પડતર વાસી જથ્થો નાશ કરેલ તેમજ રૂ.5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પેઢીમાંથી (1)શુદ્ધ ઘી (લુઝ) તથા (2)મોળો માવો (લુઝ) ના 2 નમુના લેવામાં આવેલ.
જલારામ ઘી ડિપોની વિનાયક નગર, ઉદયનગર -મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે આવેલ પેઢીમાંથી 2 પેક્ડ ઘી (1)નમિત બ્રાન્ડ કાઉ ઘી તેમજ (2)શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘી ના 2 નમુના લેવામાં આવેલ. વાહેગુરુ એન્ટરપ્રાઇઝ સમજુપાર્ક પાસે, 40 નો રોડ, નવાગામ, રાજકોટ પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ અંગે નોટીસ આપી સ્થળ પરથી 15 kg અખાધ્ય ખોરાક નાશ કરેલ. રૂ.10,000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.


