જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો
હૃદયસ્થ વિજયભાઈ રૂપાણી નું જીવન સાદગી અને રાષ્ટ્ર સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે : ભુપેન્દ્રભાઈ પટેલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીના જન્મદિનએ પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલા આર્થિક રીતે નબળા અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજવામાં આવેલ. આ સમારોહના ઉદઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા તથા ત્રીકમભાઈ છાંગા અને મેયર ડો.નેહલભાઈ શુક્લ ઉપરાંત ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ રૂપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીનું જીવન સાદગી, સત્ય, નિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત હતું અને તેમની સંવેદનશીલતા નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ પ્રાપ્ત થયેલ છે. ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનાવવાની પ્રેરણાદાયી પહેલ કરતાં જણાવેલ કે વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં આ બાળકો ખૂબ ઉપયોગી થશે.
દીક્ષા ગ્રહણ સમારોહ કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રૂપાણીનું જીવન દર્શન કરાવતી ડોક્યુમેન્ટરી અને હોલોગ્રામ રજૂ કરવામાં આવ્યું હતું
આજના કાર્યક્રમમાં જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાં હંમેશા સહભાગી થનાર રાજકોટની નામાંકિત સ્કૂલના સંચાલકોનુ મુખ્યમંત્રીના હસ્તે સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. જેમાં ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા, મોદી સ્કૂલના રશ્મિકાંતભાઈ મોદી અને ધવલભાઈ મોદી, સરસ્વતી સ્કૂલના પલ્લવીબેન દોશી અને ખંતીલભાઈ મહેતા તથા ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કૂલના રામદાસભાઈ દીક્ષિત અને બિજલબેન રાણપરા નો સમાવેશ કરવામાં આવેલ આ સાથે ચાલુ વર્ષ ધો.10 ના બોર્ડમાં ટોપ 10 માં સ્થાન પ્રાપ્ત કરનાર જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના આઠ વિદ્યાર્થીઓએ નંબર મેળવતા તેમને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવેલ હતા.
કાર્યક્રમમાં નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, નયનાબેન પેઢડીયા, કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા ઉપરાંત મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, વર્તમાન અને પૂર્વ નગરસેવકો, શહેરનાં શ્રેષ્ઠીઓ, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર મ્યુ. કમિશનર તુષાર સુમેરા જીલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમનાં અંતે ટ્રસ્ટ જ્ઞાનપ્રબોધિની કમિટીના સભ્ય હસુભાઈ ગણાત્રાએ આભારવિધિ કરી હતી જ્યારે દિક્ષા ગ્રહણ સમારોહનું સંચાલન જયેશભાઇ ભટ્ટ (ગુરુજી) એ કર્યું હતું.
કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂપાણી ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણના માર્ગદર્શન અંતર્ગત જ્ઞાન પ્રબોધિની કમિટીના સદસ્ય હિંમતલાલ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા ,ગીતાબેન તન્ના રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ,કનુભાઈ હિંડોચા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપ મીરાણી, જગદીશ પંડ્યા, હરેશભાઈ ચાચીયા, એન.જી પરમાર, કેતનભાઇ મેસવાણી, જયસુખભાઈ ડાભી, કે.બી.ગજેરા, જીજ્ઞેશભાઈ રત્નોતર, જીગરભાઈ ભટ્ટ, કિરીટભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, રવજીભાઈ દવેરા, પ્રદીપસિંહ ઝાલા, બકુલભાઈ જીવરાજાની, આશિષભાઈ દાવડા, ભરતભાઈ કાપડિયા, કિશનભાઈ વડેરા, રાહુલભાઈ દુધરેજીયા તથા વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, ડો-ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટીલ તથા કર્મચારીઓ શ્રી શીતલબા ઝાલા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સરેસા, પૂજાબેન પરમાર, ધાનીબેન મકવાણા, પ્રીતીબેન મહેતા, વર્ષાબેન મકવાણા, પદ્માબેન ચુડાસમા, નયનાબેન ડાભી, આરતીબેન, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, કાન્તીભાઈ નિરંજનીએ જહેમત ઉઠાવેલ હતી.
વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાંજણાવાયું છે.


