રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ
હોદ્દેદારો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, વોર્ડ પ્રભારી-પ્રમુખ, શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી પ્રશિક્ષણ મેળવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદસભ્યો, ધારાસભ્યો, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ શહેરનો પ્રશિક્ષણ વર્ગ રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી શ્રીવલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત અખબારીયાદી મુજબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી પ્રશિક્ષણ વર્ગ તા. ૧૧/૦૮/૨૦૨૬ ને સોમવારથી કુવાડવા રોડ સ્થિત પ્રભુ ફાર્મ, વીકેન્ડ વીલા ખાતે પ્રારંભ થશે.
આ પ્રશિક્ષણ વર્ગમાં રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, વોર્ડ પ્રભારી-પ્રમુખ, શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી, સેલ સંયોજક-સહસંયોજક, પૂર્વ પ્રમુખશ્રીઓ, મેયરશ્રી, પૂર્વ મેયરશ્રીઓનો ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મેળવશે. આ વર્ગમાં અપેક્ષિતોને પ્રશિક્ષણ વર્ગ દરમ્યાન મોબાઈલ રાખવા ઉપર પાંબધી રાખવામાં આવી છે અને ફરજીયાત રાત્રી રોકાણ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે.
જેમાં રાજકોટ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 ના ઈન્ચાર્જ રાજકોટ શહેર મહામંત્રી લલીતભાઇ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલની આગેવાનીમાં સંપૂર્ણ દેખરેખ સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રશિક્ષણ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય વિષયો ઉપર પ્રદેશ તરફથી ૧૧ સત્રના વકતાઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં અનિરુધ્ધભાઈ દવે, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉદયભાઈ કાનગડ, ગોરધનભાઈ ઝડફીયા, પ્રદિપભાઈ ખીમાણી, પ્રશાંતભાઈ વાળા, ભરતભાઈ પંડયા, પ્રાંજલભાઈ દેશાઈ, હસમુખભાઈ હીંડોચા, અભયસિંહ ચૌહાણ, દુષ્યંતભાઈ પંડયા સહિતના ઉપસ્થિત રહી દરેક સત્રનું માર્ગદર્શન આપશે.
પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ધાટન અને સત્ર-૧ કાર્ય વિસ્તારની આપણી દ્ષ્ટિ વિષયના વકતા પ્રદેશ મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારીશ્રી અનિરૂધ્ધભાઈ દવે દ્વારા પ્રારંભ કરવામાં આવશે. સત્ર-૨ આપણી કાર્ય પદ્ધતિના વકતા પ્રદિપભાઈ ખીમાણી, સત્ર-૩ના મીડીયા પ્રબંધન તેમજ વ્યવસ્થાના વકતા પ્રશાંતભાઈ વાળા, સત્ર-૪ કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્ય બોધના વકતા ભરતભાઈ પંડયા, સત્ર-૫ સોશીયલ મીડીયા અને AI, નમો એપ, સરલ એપના વકતા પ્રાંજલભાઈ દેશાઇ, સત્ર-૬ બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાતના વકતા હિતેન્દ્રસિંહ ચૌહાણ, સત્ર-૭ આપણું સૈધ્ધાંતિક અધિષ્ઠાનના વકતા હસમુખભાઈ હિંડોચા, સત્ર-૮ આપણો ઈતિહાસ-વિકાસના વકતા અભયસિંહ ચૌહાણ, સત્ર-૯ મોદી સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓના વકતા તરીકે ઉદયભાઈ કાનગડ, સત્ર-૧૦ વિચાર પરિવારના વકતા દુષ્યંતભાઈ પંડયા અને સત્ર-૧૧ દેશ સમક્ષ પડકારો તથા નિદાન માટે આપણા પ્રયત્નોના વકતા તરીકે ગોરધનભાઈ ઝડફીયા તેમના સત્રના વિષયોમાં તેમનું વકતવ્ય આપશે.
આ પ્રશિક્ષણ વર્ગ આયોજનમાં વર્ગ સ્થાન વ્યવસ્થા લલીતભાઈ વાડોલીયા, વર્ગ ખંડ વ્યવસ્થા પૂજાબેન પટેલ, મંચ વ્યવસ્થા અશ્વિનભાઈ પાંભર, સત્ર સંચાલક – અધ્યક્ષ વ્યવસ્થા કિશોરભાઈ રાઠોડ, મલ્ટીમીડીયા વ્યવસ્થા હરેશભાઈ કાનાણી, રજીસ્ટ્રેશન વ્યવસ્થા દર્શન કાછડીયા, અમીત ગણાત્રા, ગૌરવ અમીપરા, ઓનલાઈન કિવઝ વ્યવસ્થા ટીમ શ્યામભાઈ ડાભી, નિખીલભાઈ રાઠોડ, કીટ તૈયાર કરનાર ટીમ તરીકે કાર્યાલય ટીમ-હિતેષભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ દવે, નલહરિ પંડિત, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, અજય સંભાળી રહ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગની પ્રદર્શની તૈયાર કરનાર ટીમમાં વિજયભાઇ પાડલીયા, તેમજ આંતરીક તથા બાહ્ય સજાવટ પરિમલભાઈ પરડવા, વિડીયો / ફોટોગ્રાફી માટે અનુરાગ વાગડીયા, શરદ વાગડીયા, તેમજ સ્વચ્છતા વ્યવસ્થા મહેશભાઈ રાઠોડ, મીડીયા પ્રબંધનમાં હાર્દિકભાઈ બોરડ, વક્તા પ્રબંધનમાં રાજદિપસિંહ જાડેજા, વર્ગ ગીત, વંદે માતરમ્ ગાનમાં કાથડભાઈ ડાંગર, પર્યવેક્ષકમાં મનસુખભાઈ વેકરીયા અને ભોજન – અલ્પાહાર વ્યવસ્થામાં વિક્રમભાઈ પુજારા, અશ્વિનભાઈ પાંભર સંભાળશે.


