શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
દેશભકિતના માહોલ સાથે દરેક વોર્ડમાં તા.૧૩/૮ ના રોજ તિરંગા યાત્રા યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર પ્રારંભ થયેલ હર ઘર તિરંગા અભિયાન આજે એક રાષ્ટ્ર ભકિતના જન આંદોલનનું સ્વરૂપ ગ્રહણ કરી ચૂકયું છે. આ અભિયાને પ્રત્યેક ભારતીયના મનમાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે સન્માન, ગૌરવ અને આત્મીયતાની ભાવનાને વધુ સશકત કરી છે, પ્રત્યેક વર્ષે તમામ દેશવાસીઓ હર્ષ અને ઉલ્લાસ સાથે રાષ્ટ્રોત્સવના આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લે છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા તેમજ આ કાર્યક્રમના રાજકોટ શહેરના તિરંગા યાત્રા અભિયાનના સંયોજક શહેર ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, સહસંયોજક સંજયભાઈ દવે, દીપાબેન કાચા, શહેર મંત્રી કિન્નરીબેન ચૌહાણની આગેવાનીમાં ‘તિરંગા યાત્રા’ના ભવ્ય અને સફળ આયોજન માટે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ આયોજન બેઠક યોજાઈ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૧૩/૮ ને ગુરૂવારે સવારે તમામ વોર્ડમાંથી સવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં રાજકોટ શહેરના દરેક વોર્ડ અને ખૂણે-ખૂણેથી દેશભક્તિના રંગે રંગાયેલા નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાય તે માટે ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં દેશ ભકિતના ગીતો અને સજાવટ સાથે તિરંગા યાત્રાનું મોટા સ્તરે આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, મેયર નેહલકુમાર શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા, દંડક નેતા સંજયસિંહ રાણા સહિત શહેરના સંગઠનના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના હોદ્દેદારો, તેમજ શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી, સેલ સંયોજક- સહસંયોજક, વોર્ડ પ્રભારી, પ્રમુખ-મહામંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા.


