રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ
૧૨૦થી વધુ કલાકારોએ શ્રી રાધાજીના જીવનપ્રસંગોને મંચ પર જીવંત કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા અને જિલ્લા યુવક તથા સાંસ્કૃતિક કચેરી, રાજકોટના આર્થિક સહયોગથી ભક્તિસભર નૃત્યનાટિકા ‘મારું વનરાવન છે રૂડું’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૨૦થી વધુ સ્થાનિક કલાકારોએ ભાગ લઈને શ્રી રાધાજીના પ્રાગટ્યથી લઈને વૈકુંઠ પ્રસ્થાન સુધીના વિવિધ જીવનપ્રસંગોને મંચ પર મંત્રમુગ્ધ રીતે રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શ્રી રાધારાનીના જીવન પર આધારિત ભક્તિસભર ભજન-કીર્તન અને નૃત્યની આકર્ષક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કલાકારોએ પોતાની ઉત્કૃષ્ટ કળા અને મહેનત દ્વારા રાધા-કૃષ્ણના દિવ્ય પ્રસંગોને જીવંત કરી સમગ્ર વાતાવરણને ભક્તિરસમાં સરોબોર કરી દીધું હતું.
આ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈએ કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં હિતેશભાઈ દીહોરા (જિલ્લા વિકાસ અધિકારી), પ્રેરકભાઈ વૈદ્ય (આકાશવાણી કાર્યક્રમ પ્રમુખ), કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા (ટ્રસ્ટી, ધોળકિયા સ્કૂલ) અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળના પ્રમુખ ડો. ભાવના શિંગાળા, ઉપપ્રમુખ અલ્પેષભાઈ મિરાણી, મંત્રી જીલેશભાઈ શિંગાળા, ખજાનચી મનીષભાઈ પલાણ, સહમંત્રી, ઇન્ટરનલ ઓડિટર રેખાબેન નથવાણી તેમજ કમિટી મેમ્બર ડો. જુલીબેન અનડકટ, અજયભાઈ ગણાત્રા, શૈલેષભાઈ ચંદારાણા, હરેશભાઈ પુજારા, ડો. નેહલબેન શિંગાળા, જલ્પાબેન પોપટ, ગૌરવભાઈ રવેશિયા, દીપકભાઈ નાગ્રેચા, ચિરાગભાઈ ચોલેરા, સચિનભાઈ હરખાણી, આશિષભાઈ કોટક, દુર્ગેશભાઈ નૈનસોનૈયા અને ભરતભાઈ પાવાગઢી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


