અમરેલીના ચાંદગઢમા ટ્રેકર પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ
ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલીમાં વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને પાંજરે પુરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, ત્રણ દિવસ પહેલા લીલીયા રેન્જ હેઠળ આવતા ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી ચાલી હતી અને તે દરમિયાન એક સિંહણ નદી કાંઠાની જાળીઓ માંથી ઘૂસી આવી અને ફરજ બજાવી રહેલા એક ટ્રેકર્સ ગોસાભાઈ પર હુમલો કર્યો હતો. જોકે ઇજાગ્રસ્ત ટ્રેકરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વન વિભાગે આ હુમલો સિંહણને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સિંહણ આજે સવારે ચાંદગઢ ગામમાં સિંહણ ઘૂસી જતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને સિંહણે ચાંદગઢ ગામમાં આંટાફેરા માર્યા જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ ધટના પગલે વનવિભાગની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. અને સિંહણને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી હતી. જોકે વનવિભાગે ભારે જહેમત બાદ સિંહણને ટ્રાયગુલાઇઝર કરી પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે ચાંદગઢ ગામના આગેવાન ભુપતભાઈ વરૂએ જણાવ્યું હતું કે, અમારા ગામ નજીક ત્રણ દિવસ પહેલા સિંહણે એક વન વિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. જોકે આ સિંહણ અમારા ગામમાં આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને સિંહણે ગામમાં આંટાફેરા માર્યા હતા. સિંહણ ગામમાં ઘૂસી આવતા વનવિભાગનો તેને પાંજરે પુરી છે. સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.


