સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડિયાનો ઋણ સ્વીકાર સમારોહ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ડો. જયદીપસિંહ ડોડિયાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ જૂનાગઢ ભવનાથ તળેટીમાં કુદરતના સાનિધ્યમાં યોજાયો હતો. ડો.સુભાષ મહિલા કોલેજના પ્રિન્સિપાલ, અતુલ્ય વારસો સન્માન અને કાગ એવોર્ડ વિજેતા ડો. બલરામ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી યોગીભાઈ પઢિયાર, ભીમાભાઈ ડાંગર અને ભૂતપૂર્વ પ્રાધ્યાપક તથા અગ્રણી બિલ્ડર ડો. પ્રવીણ ભેડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ પ્રો. ડો. દિલીપ બારડ (ભાવનગર), પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રવદન પુરોહિત (માંગરોળ), ડો. સીમા ગીડા (રાજકોટ), ડો. શીતલ ઠાકોર (માંગરોળ), પ્રિન્સિપાલ ડો. દર્શા જાની (અમદાવાદ) અને ડો. પ્રવીણ ભેડા (ઉપલેટા)એ ડો. ડોડિયા સાથેના સંસ્મરણો વાગોળી તેમની વિદ્યાર્થી ઉત્કર્ષ માટેની તત્પરતા અને નિઃસ્વાર્થ સેવાભાવનાને બિરદાવી હતી.
ડો. રૂપા ડાંગર (જૂનાગઢ) દ્વારા પ્રશસ્તિપત્રનું વાચન કરાયું હતું અને મહાનુભાવોના હસ્તે ડો. ડોડિયાને સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. અંતમાં ડો.જયદીપસિંહ ડોડિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ ઘણો સંઘર્ષ રહ્યો છે, જેમાં પરિવારની હૂંફ અને વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો છે, જે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પોતાના વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ડો.બલરામ ચાવડા, ડો.નયન ટાંક (પોરબંદર), ડો. રાજેશ લાડવા (માળિયા-હાટીના), ડો. રાજેશ લાડવા, ડો. નરેશ સોલંકી, ડો. ફિરોઝ શેખ, ડો. નયન ટાંક, ડો. રૂપા ડાંગર, ડો. શીતલ ઠાકોર, ડો. આશિષ શુક્લ, ડૉ. કેતન ગેડીયા, ડો. મુકેશ ભેસાણીયા, ડો. વિજયસિંહ સરવૈયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રાજકોટથી ડો.જયંત ભાલોડિયા, ડો.ઈરોસ વાજા, ડો.નીરવ ભટ્ટ (ચહલ એકેડેમી) તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અંગ્રેજી વિષયના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.


