વિરપુરમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ, સ્કૂલબેગ, શૈક્ષણિક કીટ અને ચોપડાં આપી સન્માન
સમસ્ત કોળી સમાજ દ્વારા યોજાયો સરસ્વતી સન્માન સમારોહ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વિરપુર (જલારામ) મુકામે સમસ્ત કોળી સમાજ દ્વારા 25 ઓક્ટોબર રવિવારના રોજ 12મા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ, સ્કૂલબેગ, શૈક્ષણિક કીટ તેમજ ચોપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, હોદ્દેદારો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં સમાજના આગેવાનો કેશુભાઈ મેર, પરસોતમભાઈ શેખ, અશોકભાઈ સોલંકી, બટુકભાઈ દલસાણીયા તથા ભાવનાબેન ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયા, ઉપસરપંચ સંજયભાઈ ઠુંગા, જગદીશભાઈ સરવૈયા, અનિલભાઈ સરવૈયા, કનુભાઈ કુકડીયા, દિનેશભાઈ મેર, હરશુખભાઈ ડાભી, પ્રશાંતભાઈ સોલંકી અને હિતેશભાઈ શેખ સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધે, શિક્ષણનું મહત્ત્વ સમજાય અને સમાજના યુવાનો પ્રગતિના પંથે આગળ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મુકેશભાઈ મકવાણા તેમજ આર્યવર્ત માંધાતા શિક્ષણ સમિતિની ટીમે જહેમત ઉઠાવી હતી. સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા આ શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.


