મિલકતવેરામાં વ્યાજમાફી યોજનાની સમય મર્યાદા તા.3૧ ડિસેમ્બર સુધી વધારાઇ
અનેક લાભાર્થીઓ યોજનાના લાભ લઇ નહી શકતા મનપાનો નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
મનપાની મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફી યોજનાની મુદત 30 સપ્ટે.ના રોજ પૂર્ણ થયા બાદ ફરી વખત અમલવારી કરવા માટે ત્રણ વખત જાહેરાત કરી, પરંતુ યોજના ચાલુ કરવામાં આવી ન હતી અને હવે 28 દિવસ બાદ આજથી વ્યાજમાફી યોજના શરૂ કરવામાં આવી છે. જે 31/12/2026 સુધી ચાલુ રહેશે. જેમાં મિલકતવેરામાં રૂ.5000 અને પાણીવેરામાં રૂ.5000થી રૂ.3.75 લાખ સુધી વ્યાજમાફી મળશે તેમ વેરા વિભાગે જણાવ્યું છે.
વ્યાજમાફીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ અને સરકારી કચેરીઓને સમાન લાભ આપવા અને વ્યાજમાફી યોજનાને મંજૂરી આપવા માટેની દરખાસ્ત 12 દિવસ પહેલાં સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવી હતી અને તા. 8/10/2026ના રોજ અમલવારી શરૂ કરાશે તેમ જણાવ્યું હતું, પરંતુ યોજના આજથી શરૂ કરવામાં આવી છે.
યોજનાની મુદત તા.30 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ મોટી સંખ્યામાં આવાસ યોજના તથા ફ્લેટધારકોને અને સરકારી કચેરીઓને લાભ મળ્યો નથી તેવી ફરિયાદો ઉઠતાં તંત્રએ નવા ઠરાવમાં તમામનો સમાવેશ કરી વ્યાજમાફીનો લાભ આપી ઠરાવ મંજૂર કર્યો હતો અને મેયર નેહલ શુક્લે તા.8-10-2026ના રોજ યોજના ચાલુ કરવાની સૂચના આપી હતી અને તંત્રએ પણ યોજના ચાલુ થઈ ગયાનું જણાવ્યું હતું, પરંતુ ગઈ કાલ સુધી યોજના ચાલુ થઈ ન હતી.
મનપાની આ યોજના હેઠળ કરદાતાઓને મિલકતવેરામાં રૂ.5 હજાર અને પાણીવેરામાં રૂ.5 હજાર મળી કુલ રૂ.10 હજાર સુધીની વ્યાજમાફી આપવામાં આવી રહી છે. અગાઉ પણ મોટી સંખ્યામાં નાના બાકીદારોએ યોજનાનો લાભ લીધો હોવાનું મનપા તંત્ર દ્વારા જણાવાયું છે.
ફ્લેટની સંખ્યા 4થી 5 હોય ત્યારે 1 ઇંચ (25 મીમી) ફ્લેટની સંખ્યા 9થી 13 હોય ત્યારે 1.12 ઇંચ (40 મીમી) ફ્લેટની સંખ્યા 18થી 20 હોય ત્યારે 2 ઇંચ (50 મીમી) ફ્લેટની સંખ્યા 29થી 30 હોય ત્યારે 2.1/2 ઇંચ (65 મીમી) ફ્લેટની સંખ્યા 31થી 44 હોય ત્યારે 3 ઈંચ (75 મીમી) ફ્લેટની સંખ્યા 45થી 94 હોય ત્યારે 4 ઇંચ (100 મીમી)


