ન્યારા આશ્રમે પૂ.રણછોડદાસજી બાપુની જન્મજયંતિ નિમિતે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન
૧૩ નવેમ્બરે આરતી, પાદુકા પૂજન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે; ગાયોને ઘાસચારો અને શ્વાનોને લાડુ પીરસવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ન્યારા આશ્રમ ખાતે આગામી તા. ૧૩ નવેમ્બર ૨૦૨૬, શુક્રવારના રોજ પરમ પૂજ્ય ગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુની જન્મજયંતિ ધામધૂમથી અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવશે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જન્મજયંતિના પાવન દિવસે આશ્રમ ખાતે મંગળા આરતી: સવારે ૬:૧૫ કલાકે, પાદુકા પૂજન: સવારે ૯:૦૦ કલાકે, ઉત્સવ આરતી: બપોરે ૧૧:૩૦ કલાકે, મહાપ્રસાદ: બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ વાગ્યા સુધી, સંધ્યા આરતી: સાંજે ૭:૦૦ કલાકે, પાદુકા દર્શન: સવારથી શયન આરતી સુધી પૂજ્ય ગુરુદેવના પાદુકા સ્પર્શ અને દર્શનનો લાભ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
સવારે ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવશે તેમજ શ્વાનોને લાડુ પીરસવામાં આવશે. શ્રી સદ્ગુરુ સ્વામી રણછોડદાસજી બાપુ, શ્રી સદ્ગુરુ હરિચરણદાસજી બાપુ તથા શ્રી જયરામજી બાપુના આશીર્વાદથી સંચાલિત ન્યારા આશ્રમ ખાતે આ ધર્મલાભ લેવા માટે સર્વે ભક્તોને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
મોટી ઉંમરના શ્રદ્ધાળુઓની વ્યવસ્થાના ભાગરૂપે આશ્રમના ગ્રાઉન્ડ ફ્લોર પર એટેચ્ડ ફર્નિચર ધરાવતા બે રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ રૂમમાં કોઈ દાતાને તક્તિ લગાવવી હોય તો તેમણે આશ્રમના ટ્રસ્ટીનો સંપર્ક કરવો. કાર્યક્રમ તથા અન્ય વિગતો માટે મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૨૪૬૦૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.


