By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 hour ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ

Editor
Last updated: 2026/10/26 at 3:39 PM
11 minutes ago
Share
વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;
SHARE

વડતાલ ખાતે યોજાયેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ

 ૫,૦૦૦ શિક્ષકમિત્રોના પ્રશ્નો રાજ્ય કક્ષાએ ગૂંજ્યા : જૂની પેન્શન યોજના (OPS) અને બિન-શૈક્ષણિક ભારણ ઘટાડવા વિશેષ રજૂઆત

અગ્ર ગુજરાત, રાજકોટ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતની રાજ્ય કારોબારી તથા સાધારણ સભાની મહત્વપૂર્ણ બેઠક ઐતિહાસિક તીર્થધામ વડતાલ મુકામે યોજાઈ હતી. રાજ્યભરમાંથી પ્રાંત, સંભાગ, જિલ્લા અને તાલુકા કક્ષાના ૭૦૦થી વધુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સંગઠનાત્મક મજબૂતી તેમજ શિક્ષકહિતના વિવિધ જ્વલંત મુદ્દાઓ પર વ્યાપક મંથન કરવામાં આવ્યું હતું.

આ રાજ્યસ્તરીય અધિવેશનમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના અંદાજે ૫,૦૦૦ જેટલા શિક્ષકમિત્રોના સેવાકીય, શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોને ખૂબ જ પ્રભારી અને મુદ્દાસર રીતે રાજ્ય મંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

બેઠકના વિવિધ સત્રોમાં અખિલ ભારતીય સંગઠન મંત્રી આદરણીય મહેન્દ્રજી કપૂર, આદરણીય મોહનજી પુરોહિત, પ્રાંત અધ્યક્ષ આદરણીય ભીખાભાઈ પટેલ, પ્રાંત અધ્યક્ષ આદરણીય મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી આદરણીય પરેશભાઈ પટેલનું પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. વરિષ્ઠ આગેવાનોએ સંગઠનને વધુ વ્યાપક અને શિક્ષકહિતલક્ષી બનાવવા માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજકોટ જિલ્લા દ્વારા રજૂ થયેલા મુખ્ય પ્રશ્નોમાં કર્મચારીઓની મુખ્ય માંગણી સમાન ઓપીએસ લાગુ કરવા અંગે સૂર વ્યક્ત કરાયો હતો. ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના પ્રશ્નો અને વર્ષ ૨૦૦૪ની ભરતીના પ્રતીક્ષાયાદીના શિક્ષકોના પડતર પ્રશ્નો, સમયસર પગારધોરણ, બઢતી, પેન્શન તથા નાણાકીય લાભોના કેસોનું સમયબદ્ધ નિરાકરણ. HTAT, BRC-CRC ભરતી, પારદર્શક બદલી પ્રક્રિયા તેમજ રજાના અન્ય લાભો સરળ બનાવવા.  શાળાઓમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણની ગુણવત્તા, સરકારી શાળાઓનું સશક્તિકરણ તેમજ બિન-શૈક્ષણિક કામગીરી અને ડિજિટલ પોર્ટલના ભારણમાં ઘટાડો કરવાની પ્રબળ માંગ કરાઈ હતી.

રાજકોટ જિલ્લા સંગઠને સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષકોના પ્રશ્નો માત્ર વ્યક્તિગત નથી, પરંતુ તેની સીધી અસર શાળાઓની કાર્યક્ષમતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પડે છે. શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે જેથી તેઓ શિક્ષણ કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

આ રાજ્યસ્તરીય બેઠકમાં રાજકોટ જિલ્લા તરફથી સંજયભાઈ હુંબલ (જિલ્લા અધ્યક્ષ), સાગરભાઈ પોપટ (જિલ્લા મહામંત્રી), નયનભાઈ વ્યાસ (સહમંત્રી), હિતેશભાઈ ભંડેરી (લોધિકા તાલુકા અધ્યક્ષ), મનીષભાઈ ચાવડા (રાજકોટ તાલુકા મહામંત્રી)એ ઉપસ્થિત રહીને જિલ્લાના શિક્ષકોના અવાજને બુલંદ બનાવ્યો હતો.

વડતાલ બેઠકમાં ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી સંગઠનને વધુ શક્તિશાળી બનાવવા અને વધુમાં વધુ શિક્ષકમિત્રોને જોડાવાનો સંકલ્પ લેવાયો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ દ્વારા “રાષ્ટ્ર કે હિતમાં શિક્ષા, શિક્ષા કે હિતમાં શિક્ષક, શિક્ષક હિતમાં સમાજ” ના ઉદાત્ત ધ્યેય સાથે શિક્ષક, વિદ્યાર્થી અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સશક્તિકરણ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી
ગુજરાતરાજકોટ

રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી

Editor By Editor 1 hour ago
RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
જૂનાગઢની આંગડિયા પેઢીને લૂંટવા નીકળેલા પાંચ શખ્સોને રાજકોટ SOGએ ઝડપી લીધા
 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?