By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ

Editor
Last updated: 2026/10/31 at 3:02 PM
1 hour ago
Share
ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ
SHARE

ક્યાંક પ્રેમજાળ તો ક્યાંક ન્યૂડ વીડિયોનો ડર: રાજકોટમાં દુષ્કર્મની ત્રણ ફરિયાદ

બે સગીરા અને પરણિતા બની દુષ્કર્મનો ભોગ : જેલમાંથી પતિ-દિયરને છોડાવવાની લાલચ આપી મહિલાને પ્રેમજાળમાં ફસાવી રૂ.10 લાખ પડાવ્યા, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતાજનક ત્રણ અલગ-અલગ દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ તાલુકા, થોરાળા અને ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાયેલી આ ત્રણ ફરિયાદોમાં એક પરિણીત મહિલા ઉપરાંત બે સગીરાઓ દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. એક કિસ્સામાં જેલમાં રહેલા પતિ અને દિયરને છોડાવી આપવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ જીતી પ્રેમસંબંધ બાંધવા દબાણ કરી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેઇલિંગ અને રૂ.10 લાખની ઉઘરાણી કર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. જ્યારે અન્ય બે કિસ્સામાં 16 વર્ષની સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ સમયે શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં એક મહિલાએ રીંકલ જસમતભાઈ આંબલિયા (રહે. સનપાર્ક, ડાયમંડ પાર્ટી પ્લોટ પાસે, કોઠારિયા રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જૂન-2026થી આરોપીએ મહિલાના પતિ અને દિયરને જેલમાંથી છોડાવી આપવા વકીલ સાથે સંપર્ક કરાવી આપવાની લાલચ આપી પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ પતિ અને દિયરને જેલમાંથી છૂટવા નહીં દેવાનો ડર બતાવી પ્રેમસંબંધ રાખવા અને વીડિયો કોલમાં વાત કરવા દબાણ કર્યું હતું. આ દરમિયાન વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ તેને વાયરલ કરવાની ધમકી આપી મહિલાને ન્યૂડ વીડિયો મોકલવા મજબૂર કરી હોવાનો આક્ષેપ છે.
આટલેથી ન અટકતાં આરોપીએ ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાને અવારનવાર હોટેલમાં બોલાવી દબાણપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત પોતે તાંત્રિક વિદ્યા જાણતો હોવાનું કહી, પોતાની વાત નહીં માને તો તાંત્રિક વિધિથી મહિલાના પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ રીતે મહિલાને બ્લેકમેઇલ કરી કટકે-કટકે રોકડ અને ઓનલાઇન મળી કુલ રૂ.10 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ થતાં પોલીસે બી.એન.એસ.ની કલમ 64(2)(એમ), 308(5) અને 351(3) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં થોરાળા પોલીસ મથકમાં એક પિતાએ પોતાની 16 વર્ષ અને ચાર મહિનાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ન્યુ શક્તિ સોસાયટી શેરી નં.4માં રહેતા શુભમ નરેશભાઈ ચોલેરાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન જ્યારે સગીરા ઘરે એકલી હોય ત્યારે આરોપીએ તેના ઘરે જઈ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બી.એન.એસ.ની કલમ 64(1), 64(2)(એમ) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એસ.પી. સોઢાને સોંપી છે.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં એક મહિલાએ પોતાની 16 વર્ષ અને 10 મહિનાની પુત્રી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજકોટના દીપ હમીરભાઈ મિયાત્રાનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું છે. ફરિયાદ મુજબ, 16 નવેમ્બર 2025થી 29 ઓક્ટોબર 2026 દરમિયાન અલગ-અલગ સ્થળોએ અને અલગ-અલગ સમયે આરોપીએ સગીરા મહેક સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, સગીરાના આરોપી સાથેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે પોલીસે બી.એન.એસ.ની કલમ 64(2)(એમ), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમ 4 હેઠળ ગુનો નોંધી પીઆઇ કે.કે. ગોહિલે તપાસ હાથ ધરી છે. આમ, રાજકોટ શહેરમાં એક જ દિવસના સમયગાળામાં નોંધાયેલી દુષ્કર્મની ત્રણ અલગ-અલગ ફરિયાદોએ ચકચાર જગાવી છે. ખાસ કરીને બે કિસ્સામાં સગીર વયની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના આક્ષેપો સામે આવ્યા છે, જ્યારે ત્રીજા કિસ્સામાં મહિલાને ન્યૂડ વીડિયો અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ત્રણેય કેસમાં પોલીસે ફરિયાદના આધારે ગુના નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

 

You Might Also Like

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે
ગુજરાતરાજકોટ

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

Editor By Editor 3 days ago
મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો
સોની બજારમાં છાના ખૂણે ડિમોલિશન..!
મારવાડી યુનિવર્સિટી દ્વારા ધ કિરણ બેદી સ્કોલરશિપ શરૂ કરવાની જાહેરાત
 સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પૂર્વ MLAની પોસ્ટથી હડકંપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?