By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

Editor
Last updated: 2026/10/31 at 4:16 PM
33 minutes ago
Share
માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત
SHARE

અજવાળાના પર્વ પર સૌરાષ્ટ્રમાં અંધકાર જેવો માહોલ

માવઠાએ વિનાસ વેર્યા! જામનગરમાં ખેડૂતનો આપઘાત

 પાક નિષ્ફળ જતાં આર્થિક મુશ્કેલી અને દેવાના તણાવ વચ્ચે જોડિયાના વાવડી ગામે જગતાત હેંમત મકવાણાએ વાડીએ જ જીંદગી ટૂંકાવી લીધી : મહિના પહેલા ઘાસચારાની અછતથી ચોધાર આંસુ સાથે વ્હાલસોયા બળદો આશ્રમમાં મૂકયા હતા

રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો : ખેતરમાં તૈયાર મગફળી, કપાસી સહિતનો પાકને નુકશાન થતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો

ખાંભા નજીક વૃક્ષ ધરાશાઇ થતા વાહન વ્યવહાર ખોરવાયો, ગોંડલમાં ભારે પવનથી ફટાકડાના સ્ટોલ અને પેટ્રોલપંપમાં નુકશાન : ખાંભામાં વિજળી પડતા મહિલાનું મોત

અગ્ર ગુજરાત, રાજકોટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજયમાં અડધાથી લઇને બે અઢી ઇંચ પાણી પડયું હતું. માવડુ પડતા તૈયાર પાકને ભારે નુકશાન થતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. જામનગરના જોડિયા તાલુકાના વાડીમાં પાક નિષ્ફળ જતાં આર્થિક ભીંસ અને દેવાના ભારથી ૪૭ વર્ષિય ખેડૂતે પોતાની જીંદગી ટૂંકાવી લીધી હતી. ખાંભા નજીક વિજળી પડતા મહિલાનું મોત નિપજયું હતું. કુદરના કહેરથી રાજયમાં અજવાળાના પર્વ એવા દિવળીના તહેવાર પર જાણે અંધકારનો માહોલ છવાયો હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ચાલુ વર્ષે નબળા ચોમાસાને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. બીજી તરફ મંડળીમાંથી લીધેલા ધિરાણનું દેવું માથે હતું. ખેતીમાંથી આવક ન થતાં પરિવારનું ભરણપોષણ અને નાના સંતાનોની જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી હતી. આર્થિક સંકડામણ અને સતત ચિંતાઓ વચ્ચે હેમંતભાઈ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

આ ઘટનાનું સૌથી હૃદયદ્રાવક પાસું એ છે કે આશરે એક મહિના પહેલાં હેમંતભાઈને ઘાસચારાની અછતના કારણે પોતાના બે વહાલા બળદ સદ્ભાવના બળદ આશ્રમમાં મૂકવાની ફરજ પડી હતી. વર્ષો સુધી જે બળદો સાથે ખેતરમાં પરસેવો પાડ્યો હતો, તેમની પાસેથી વિખૂટા પડતી વખતે તેઓ ભાવુક બની ગયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

મૃતક ખેડૂતના નાના ભાઈ રાજુભાઈ મકવાણાએ જણાવ્યું કે પરિવારનું ભરણપોષણ કઈ રીતે ચલાવવું અને આ આખું વર્ષ કેવી રીતે નીકળશે તે ચિંતામાં મારા ભાઈએ 29 ઓક્ટોબરે રાત્રે વાડીએ આપઘાત કર્યો છે. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વાવડી ગામના સરપંચે જણાવ્યુ કે આ વર્ષે માવઠું પડવા છતાં ખેડૂતોને કોઈ સરકારી સહાય મળી નથી. સરકારે ખેડૂતો માટે તત્કાલ સહાય જાહેર કરવી જોઈએ. તેમણે ખેડૂતના આપઘાત પર આઘાત વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં ઓક્ટોબરના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેતરોમાં તૈયાર મગફળી અને કપાસ જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતમાં મૂકાઈ ગયા છે. બીજી તરફ ગોંડલમાં ભારે પવનથી ફટાકડાના સ્ટોલને નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમરેલીના ખાંભા નજીક વૃક્ષ ધરાશાયી થતાં સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તરવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ખેતી માટે મહત્વના આ વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતરમાં ઊભેલા અને તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતરોમાં ઊભેલા પાકની સાથે લણણી માટે તૈયાર પાકને પણ નુકસાન થયાની વિગતો સામે આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે શહેરના આઇકોનિક રોડ પર આવેલા ફટાકડાના સ્ટોલને નુકસાન પહોંચ્યું હતું.અચાનક પવન અને વરસાદના કારણે ફટાકડાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્ટોલને થયેલા નુકસાનને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગોંડલમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતાં તેની અસર વેપાર-ધંધા પર પણ જોવા મળી હતી.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળી છે. વિજાપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલી મગફળી અને કપાસ જેવા પાકને વરસાદથી નુકસાન થયાની માહિતી સામે આવી છે. ખાસ કરીને પાક તૈયાર થવાના સમયે વરસાદ વરસતાં ખેડૂતો માટે નવી સમસ્યા ઊભી થઈ છે. મગફળી અને કપાસના પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી માહોલને પગલે ખેતરોમાં રહેલા અન્ય તૈયાર પાક અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેંદરડા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ વચ્ચે જૂનાગઢ જિલ્લો પણ માવઠાની અસર હેઠળ આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં પવન અને વીજળી સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગીર જંગલ અને ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. મોતીસર, નિતલી અને જશાધાર સહિતના ગામોમાં માવઠાના કારણે નુકસાન થયું છે. ખાસ કરીને ખેતરોમાં રાખવામાં આવેલા મગફળીના પાથરા વરસાદમાં પલળી જતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેતીના પાકને નુકસાન પહોંચાડનારા આ માવઠાને કારણે ગીર સોમનાથના ખેડૂતો ચિંતિત બન્યા છે.

ખેડૂતો માટે રાહત પેકેજની માગ વધુ તેજ બની

વાવડી ગામની આ ઘટના બાદ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ, પાક નુકસાની, પશુધન માટે ઘાસચારો અને સરકારી સહાયની પૂરતી ઉપલબ્ધતા જેવા પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે. ખેડૂતોને સમયસર યોગ્ય વળતર, દેવાના બોજમાંથી રાહત અને પશુપાલકોને ઘાસચારો મળે તે માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવાની માગ ઉઠી રહી છે.

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવાની જાહેરાત

કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગરના હાપા માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશોએ બે દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાની ખેતપેદાશો અને જણસી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં નહીં લાવવા સૂચના આપવામાં આવી છે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતાવરણ અનુકૂળ બન્યા બાદ હાપા માર્કેટ યાર્ડમાં ફરીથી વેપાર શરૂ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું જોખમ

હવામાન વિભાગની તાજેતરની ચેતવણી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક માં માવઠાની સૌથી વધુ અસર જોવા મળશે. જેમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે કમોસમી વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે. પવન સાથે વરસી શકનાર આ વરસાદના કારણે શિયાળુ પાકનું વાવેતર કરી ચૂકેલા અને કાપણીની રાહ જોતા ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ એલર્ટ

માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગોમાં પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલી માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અચાનક ત્રાટકનારા આ માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરશે પરંતુ ખેતી ક્ષેત્રે શાકભાજી, કપાસ, મગફળી અને અન્ય શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે

રાજ્યના તાપમાનની વાત કરીએ તો રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે વડોદરા, ગાંધીનગર, ભાવનગરમાં તાપમાન ગગડીને 35°Cથી નીચે જતું રહ્યું છે. આગામી દિવસોમાં હજુ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટતા ઠંડીનો અનુભવ થશે. બે દિવસ બાદ ફરીથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં પવન મજબૂત રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ સુધી રહેવાની સંભાવના છે.

તહેવાર ટાણે જ વેપારીઓને નુકશાનીનો માર

અચાનક ફાટી નીકળેલો આ ભારે પવન અને વરસાદને કારણે સ્થળ પર હાજર વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વેપારીઓએ પોતાનો માલસામાન બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પવનની તીવ્રતા એટલી વધારે હતી કે ક્ષણભરમાં જ આખો માહોલ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. દિવાળી જેવા મોટા તહેવાર ટાણે જ ફટાકડાના વેપારીઓને આ પ્રકારે થયેલા નુકસાનથી વેપારી વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

 

You Might Also Like

 ‘અગ્ર ગુજરાત’ ઇમ્પેકટ! કાર્નિવલમાં ૪૦ ટકા વિજળીની બચત કરાશે

 એક જ દિવસમાં વિજ માંગણી ૧૪૦૦ મેગાવોટને આંબી ગઇ

 દિવાળી તહેવારમાં ગત વર્ષ કરતા ST ૧૧ ટકા વધુ બસ દોડાવશે

 સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો

મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં હાઇકોર્ટ બેંચ બાબતે બાર એસો. આક્રમક, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી
ગુજરાતરાજકોટ

રાજકોટમાં હાઇકોર્ટ બેંચ બાબતે બાર એસો. આક્રમક, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી

Editor By Editor 2 days ago
જેતપુરના સેલુકા ગામે ખરાબામાં આંગણવાડી બનાવવા બાબતે સરપંચ પર હુમલો
જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન ખાધા બાદ સાત લોકોને ફૂડ પોઝનીંગ
સરકારી જમીનના દબાણની માપણીની ફીમાંથી મુક્તિ
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?