રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા વચ્ચે શુભેચ્છા મુલાકાત
સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિચારોનું આદાન-પ્રદાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલજી સાથે પૂર્વ સંસદ સભ્ય રામભાઈ મોકરીયાની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે દેશ તથા ગુજરાતના વર્તમાન વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો, પશુપાલકો, ડેરી ક્ષેત્ર, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા માટે સકારાત્મક વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્રના પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રી બઘેલજીએ પણ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચે તે માટે સંપૂર્ણ સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આ બેઠક અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી અને આગામી સમયમાં ગુજરાત તથા સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પરસ્પર સહયોગ અને સંકલન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


