ફાટસર ગામે વૃદ્ધના અંતિમસંસ્કાર માટે ચાર કલાક મૃતદેહ રઝળ્યો હોવાનો આક્ષેપ
ઉના, ગીરગઢડા, કોડીનારના અનુસૂચિત સમાજ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર: આરોપીના જામીન રદ કરી ધરપકડ કરવા, સ્મશાનની જમીન ખુલ્લી કરાવવાની માગ
અગ્ર ગુજરાત, ઉના
ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે અનુસૂચિત સમાજ ના એક વૃદ્ધના મૃતદેહની દફનવિધિ માટે સ્મશાનની જમીનનો ઉપયોગ કરવા દેવામાં અડચણ ઊભી કરવા માં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. આ ઘટના માં વૃદ્ધનો મૃતદેહ આશરે ચાર કલાક સુધી દફનવિધિ વિના રહ્યો હોવાની રજૂઆત સાથે ઉના, ગીરગઢડા કોડીનાર, સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પ્રાંત કલેક્ટર મારફતે પાઠવાયેલા આ આવેદનપત્ર માંઘટનાની નિષ્પક્ષતપાસ,આરોપી સામે કડક કાયદેસર ની કાર્યવાહી,જામીન રદ કરવાની માગ તેમજ અનુસૂચિત સમાજના સ્મશાનની જમીન ખુલ્લી કરાવવાનીમાંગણી કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં સમાજમાં જાતિગત ભેદભાવની સમસ્યા યથાવત્ હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિના લોકો સાથે થતા ભેદભાવ, અત્યાચારના બનાવોને રોકવા માટે કાયદાનો કડક અમલ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.
સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ગીરગઢડા ના ફાટસરગામેઅનુસૂચિત સમાજના એક વયોવૃદ્ધ વ્યક્તિનું અવસાન થયા બાદ તેમની દફનવિધિ માટે સમાજના લોકો સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ચતુરભાઈ મધુભાઈ પોંકિયા નામના વ્યક્તિએ દફનવિધિમાં અડચણ ઊભી કરી હોવાથી વિવાદ સર્જાયો હતો જેનાં કારણે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વૃદ્ધનો મૃતદેહ આશરે ચાર કલાક સુધી દફનવિધિ વિના રહ્યો હતો. અંતિમવિધિ જેવી સંવેદનશીલ બાબતમાં આવી સ્થિતિ ઊભી થવાતી માનવતાને શરમાવે તેવી ઘટના હોવાનું સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો
સમાજ દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફાટસર ગામમાં અગાઉ પણ અનુસૂચિત સમાજના મૃતકોની દફનવિધિ વખતે અડચણો ઊભી થઈહોવાની ઘટનાઓ બની હતી. અગાઉના પ્રસંગોમાં સમાજના આગેવાનો દ્વારા સમાધાન અને સમજાવટના પ્રયાસો કરીને અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી
આ વખતે વિવાદ દરમિયાન સંબંધિત વ્યક્તિ તલવાર લઈને મૃતદેહ પાસે આવ્યો હોવાનો અને અનુસૂચિત સમાજના લોકોની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી તંગ પરિસ્થિતિને પગલે સમાજ ના લોકોએ મૃતદેહ સાથે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હોવાથી ગીરગઢડા પોલીસ નાયબ કલેકટર ડીવાયએસપી સહિત ના અધિકારી દોડી ગયા હતા ત્યારબાદ અનુસૂચિતસમાજનાકાળુભાઈલખમણભાઈ સોંદરવા દ્વારા સંબંધિત વ્યક્તિ સામે પોલીસમાંફરિયાદ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ગીરગઢડા પોલીસની કામગીરી સામે પણ સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા સવાલો ઉઠાવવા માં આવ્યા છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ફરિયાદ નોંધાયા બાદ આરોપીનેમાત્રટેબલજામીન આપીને મુક્ત કરવામાંઆવ્યોહતો.સમાજનાઆગેવાનો ના જણાવ્યા મુજબ, ગંભીર ઘટનામાં આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ દ્વારા આરોપીને આપવામાં આવેલી રાહત કાયદેસર હતી કે નહીં, તેની તપાસ કરવાની પણ માગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં સંબંધિત પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી, તેમનીસામેકાયદેસરનીકાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળની જોગવાઈઓનો યોગ્ય અમલથાય અને તપાસ તટસ્થ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
200 વર્ષ જૂના સ્મશાન પરગેરકાયદેકબજાનોઆક્ષેપ
ગીરગઢડા ના ફાટસર ગામના સ્મશાનની જમીન અંગે આવેદનપત્રમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત અનુસૂચિત સમાજના જણાવ્યા મુજબ, ગામ માં સમાજના વડીલો દ્વારા આશરે 200 વર્ષથીઉપયોગ માં લેવાતી સ્મશાનની જમીન પર સંબંધિત વ્યક્તિએ ગેરકાયદે કબજો કર્યો છે. સ્મશાનની જમીન પર કૂવો, મકાન અને ફરતે દીવાલ બનાવવામાં આવી છે. આ જમીન અંગેના દાવાઓની તપાસ કરીને હકીકત બહાર લાવવામાં આવે, ગેરકાયદે કબજો સાબિત થાય તો લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અનુસૂચિત સમાજના સ્મશાનની જગ્યા તાત્કાલિક ખુલ્લી કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો તંત્રની કાર્યવાહી પર નજર મંડાઇ છે
ફાટસર ગામની આ ઘટના અંગે સમસ્ત અનુસૂચિત સમાજે રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી છે. એક તરફ વૃદ્ધની અંતિમવિધિ દરમિયાન અડચણ ઊભી થઈ હોવાની રજૂઆત છે, તો બીજી તરફ પોલીસની કાર્યવાહી અને સ્મશાનની જમીનના વિવાદને લઈને પણ ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.હવે આ મામલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સંબંધિતતપાસઅધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઇ છે. સમાજની માગણીઓ અંગે તંત્ર દ્વારા તપાસ કરી હકીકતોના આધારે કાયદેસર પગલાં લેવા માં આવે તે જરૂરી બન્યું છે.


