By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય

Editor
Last updated: 2026/11/03 at 3:33 PM
1 hour ago
Share
રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય
SHARE

પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા..સંઘર્ષના પાયાથી સ્કાયલાઇન સુધીની 31 વર્ષની સફર…

રાજકોટના વિકાસમાં DLAનો આગવો દિલીપ અધ્યાય

વિચારોમાં સકારાત્મકતા, કર્મમાં નિષ્ઠા અને લક્ષ્યમાં દૃઢતા… સફળતાનો આ જ માર્ગ.. જ્ઞાનવત્સલ સ્વામીના આ સૂત્રને દિલીપ લાડાણીએ જીવનમાં ઉતારી સફળતાના શિખરો સર કર્યા

1995માં સરદારનગર રોડ પર સ્ટ્રક્ચર એન્જિનિયરિંગની નાનકડી ઓફિસથી શરૂ થયેલી સફર આજે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વિશ્વાસ, ગુણવત્તા અને નવીનતાની ઓળખ બની ; જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ અને ક્વોલિટી ઓફ લાઈફના મંત્ર સાથે દિલીપ લાડાણીએ અનેક સંઘર્ષો પાર કરી સફળતાના 31 વર્ષ પૂર્ણ કર્યા

અગ્ર ગુજરાત, રાજકોટ
જીવનમાં સફળતા મેળવવી હોય તો સકારાત્મક વિચારધારા, સતત શીખવાની તૈયારી અને પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા હોવી જરૂરી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ માણસે હિંમત હારવી ન જોઈએ.. BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનોમાં વારંવાર જોવા મળતી આ જીવનદૃષ્ટિ માત્ર સાંભળવા પૂરતી નથી, પરંતુ તેને જીવનમાં ઉતારનાર વ્યક્તિ માટે સફળતાનો માર્ગ પણ બની શકે છે. રાજકોટના જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણીની 31 વર્ષની સફર જાણીએ તો આ વાતનો જીવંત અનુભવ થાય છે.
કોઈપણ ગગનચુંબી ઇમારતનું સૌંદર્ય તેની ઊંચાઈથી નહીં, પરંતુ તેના મજબૂત પાયાથી નક્કી થાય છે. બરાબર આ જ રીતે કોઈપણ વ્યવસાયની સફળતા માત્ર તૈયાર થયેલા પ્રોજેક્ટથી નહીં, પરંતુ તેની પાછળ વર્ષો સુધી થયેલા સંઘર્ષ, મહેનત, અનુભવ અને વિશ્વાસથી આંકવામાં આવે છે. રાજકોટના કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં DLA એટલે કે દિલીપ લાડાણી એસોસિયેટની 31 વર્ષની સફર પણ આવી જ એક કહાની છે. 1995માં સરદારનગર રોડ પર એક નાનકડી સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ઓફિસથી શરૂ થયેલી સફર આજે રાજકોટના વિકાસ સાથે કદમ મિલાવી રહી છે.
દિલીપભાઈ લાડાણીએ માસ્ટર ડિગ્રી સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1995માં પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સરદારનગર રોડ પર સ્ટ્રક્ચર એન્જિનિયરની ઓફિસ શરૂ કરીને તેમણે વ્યવસાયિક ક્ષેત્રે પ્રથમ પગલું ભર્યું હતું. આ શરૂઆત ભલે નાની હતી, પરંતુ સપનાં મોટાં હતાં. ખાસ વાત એ છે કે આ ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પણ જ્ઞાનવત્સલ સ્વામી આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આમ, તેમની વ્યવસાયિક સફરના પ્રથમ પગલાથી જ આધ્યાત્મિક માર્ગદર્શન અને આશીર્વાદનો સંગાથ રહ્યો છે.
સ્ટ્રક્ચર એન્જિનિયરિંગથી શરૂ થયેલી આ સફર સમય સાથે વિસ્તરતી ગઈ. દિલીપભાઈએ માત્ર એક જ ક્ષેત્રમાં સીમિત રહેવાને બદલે આર્કિટેક્ચરનો અભ્યાસ અને અનુભવ મેળવ્યો અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું. સતત નવું શીખવું, ટેક્નોલોજી સાથે અપડેટ રહેવું અને સમયની જરૂરિયાત મુજબ બદલાવ લાવવો તેમની કાર્યશૈલીનો ભાગ બન્યો.
એક સમય હતો જ્યારે રાજકોટનો વિકાસ મુખ્યત્વે શહેરના પરંપરાગત વિસ્તારો પૂરતો મર્યાદિત હતો. ત્યારબાદ 150 ફૂટ રિંગ રોડના નિર્માણે રાજકોટના શહેરી વિકાસને નવી દિશા આપી. આ માર્ગની આસપાસ બિલ્ડિંગ અને રહેણાક પ્રોજેક્ટ્સનું નિર્માણ શરૂ થયું અને ધીમે ધીમે નવું રાજકોટ આકાર લેવા લાગ્યું. બિલ્ડર લોબીના રોકાણ અને નવા પ્રોજેક્ટ્સના કારણે શહેરની ઓળખમાં પણ મોટો બદલાવ આવ્યો. હવે રાજકોટ બીજા રિંગ રોડના વિકાસ સાથે વધુ વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે. ઘંટેશ્વરથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી મવડી-કણકોટ ચોકડી સુધીના વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. રસ્તાઓ પહોળા થઈ રહ્યા છે, નવી રહેણાક સોસાયટીઓ અને ગગનચુંબી ઇમારતો આકાર લઈ રહી છે. રાજકોટ મેટ્રો સિટીની હરોળમાં આગળ વધવાની દિશામાં છે.
આ બદલાતા રાજકોટની વિકાસગાથામાં DLA એટલે કે દિલીપ લાડાણી એસોસિયેટ પણ પોતાની આગવી ઓળખ સાથે આગળ વધી રહ્યું છે. દિલીપભાઈએ સમયની સાથે બદલાતી જીવનશૈલી અને લોકોની જરૂરિયાતોને સમજીને પ્રોજેક્ટ્સમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
દિલીપભાઈ લાડાણીના મતે કન્સ્ટ્રક્શન એટલે માત્ર ઈંટ, સિમેન્ટ અને લોખંડનું માળખું ઊભું કરવું નહીં. એક વ્યક્તિ કે પરિવાર જ્યારે પોતાના જીવનની મૂડી ખર્ચીને ઘર ખરીદે છે ત્યારે તે માત્ર ચાર દીવાલો નથી ખરીદતો, પરંતુ પોતાના પરિવારનું ભવિષ્ય, સુખ અને જીવન જીવવાની એક નવી વ્યવસ્થા પસંદ કરે છે.
આ જ વિચારધારા સાથે તેમણે ક્વોલિટી ઓફ લાઈફને પોતાના કાર્યનું મુખ્ય સૂત્ર બનાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ રાજકોટની જનતાને આ સૂત્રને કેન્દ્રમાં રાખીને ગુણવત્તાયુક્ત બાંધકામ અને જીવનશૈલી આપવાનો પ્રયાસ કર્યો છે.
સમયની સાથે સ્કાયલાઇન બદલાતી ગઈ તેમ તેમણે પણ નવા અભિગમ સાથે પ્રોજેક્ટ્સ આપ્યા. આધુનિક બાંધકામ પદ્ધતિ, ડિઝાઇન અને ગુણવત્તા અંગે સતત અભ્યાસ કરીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ કામ કરવાનો પ્રયાસ કર્યો. કોઈપણ ક્ષેત્રમાં લાંબો સમય ટકી રહેવા માટે માત્ર જાહેરાત કે દેખાવ પૂરતો નથી, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ સૌથી મોટું મૂડીરોકાણ છે, તે વાતને તેમણે પોતાની સફરમાં પ્રાધાન્ય આપ્યું છે.
31 વર્ષની સફર માત્ર સફળતાના શિખરોની વાત નથી. આ સમયગાળા દરમિયાન અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપે બાંધકામ ક્ષેત્ર સહિત સમગ્ર સમાજને હચમચાવી દીધો હતો. આવા સમયે કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સામે અનેક પ્રશ્નો અને પડકારો ઊભા થયા હતા. દિલીપભાઈએ પણ આ કપરી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. આ ઉપરાંત સમયાંતરે સરકાર દ્વારા નવા GDCR એટલે કે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ અમલમાં આવતા રહ્યા. બાંધકામ ક્ષેત્રમાં નિયમો, માપદંડો અને ટેક્નિકલ જરૂરિયાતોમાં ફેરફાર થતા રહ્યા. પરંતુ તેમણે દરેક નવા નિયમનો અભ્યાસ કર્યો, તેને સમજ્યો અને તે મુજબ પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કર્યા.
દિલીપભાઈ કહે છે કે, હરહંમેશ સરકારના નિયમો સાથે રહીને કામ કરવાનો અભિગમ રાખ્યો છે. સંઘર્ષ આવ્યો, મુશ્કેલીઓ આવી, પરંતુ ક્યારેય થાકીને બેસી રહેવાનું પસંદ કર્યું નથી. દરેક નવા પડકારને શીખવાની તક સમજીને આગળ વધ્યા છીએ. આ સમગ્ર સફરમાં કામ કરવાનો આનંદ જ સૌથી મોટી પ્રેરણા રહ્યો છે.
દિલીપભાઈ લાડાણીની 31 વર્ષની સફરમાં એક મહત્ત્વનું પાસું તેમનો જ્ઞાનવત્સલ સ્વામી સાથેનો આધ્યાત્મિક નાતો છે. તેઓ BAPS સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામીના મોટા શિષ્ય છે. તેમના જણાવ્યા મુજબ સ્વામીજીનાં પ્રવચનોમાંથી હંમેશાં સકારાત્મકતા અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે.
દિલીપભાઈ કહે છે કે, જ્ઞાનવત્સલ સ્વામીનાં પ્રવચનો સાંભળવાથી જીવન પ્રત્યેનો અભિગમ બદલાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હકારાત્મક રહેવાની શક્તિ મળે છે. આજે જીવનમાં જે કંઈ હાંસલ કર્યું છે તેમાં સ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શનનો મોટો ફાળો છે. DLAના દરેક નવા પ્રોજેક્ટની શરૂઆત પણ જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ સાથે કરવાની ભાવના રાખવામાં આવે છે.
વ્યવસાયમાં સફળતા મેળવવા માટે ટેક્નિકલ જ્ઞાન, મૂડી અને આયોજન જરૂરી છે, પરંતુ તેની સાથે માનસિક મજબૂતી અને સકારાત્મક વિચારધારા પણ એટલી જ જરૂરી છે. કદાચ આ જ બાબત દિલીપભાઈની સફરને અન્ય વ્યવસાયિક સફરથી અલગ બનાવે છે.
1995માં એક ઓફિસથી શરૂ થયેલી સફર અને 2026 સુધીના 31 વર્ષનો સમયગાળો માત્ર કેલેન્ડરના પાનાં બદલાવાની ઘટના નથી. આ સમયગાળામાં રાજકોટ બદલાયું, બાંધકામની પદ્ધતિઓ બદલાઈ, લોકોની રહેણાક અંગેની અપેક્ષાઓ બદલાઈ અને શહેરની સ્કાયલાઇન પણ બદલાઈ ગઈ. આ તમામ પરિવર્તનો વચ્ચે દિલીપ લાડાણી એસોસિયેટે પણ પોતાની કાર્યશૈલીને સમય સાથે વિકસાવી છે.
દિલીપભાઈ લાડાણી માટે આ 31 વર્ષ પૂર્ણ થવા એ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ અત્યાર સુધીના સંઘર્ષ, શીખેલા પાઠ અને મળેલા વિશ્વાસને યાદ કરવાનો અવસર પણ છે. તેમની વાતોમાં સફળતાનો અહંકાર નહીં, પરંતુ મળેલા આશીર્વાદ પ્રત્યેની કૃતજ્ઞતા અને હજુ ઘણું નવું કરવાનું બાકી હોવાની ભાવના જોવા મળે છે.
રાજકોટ આજે બીજા રિંગ રોડના વિકાસ સાથે નવા વિસ્તારોમાં વિસ્તરી રહ્યું છે. આવનારા સમયમાં શહેરની રહેણાક વ્યવસ્થા, આધુનિક ઇમારતો અને શહેરી સુવિધાઓમાં હજુ મોટા ફેરફારો થવાના છે. ત્યારે રાજકોટના વિકાસમાં યોગદાન આપનારા બિલ્ડરો માટે પણ નવી તકો અને જવાબદારીઓ ઊભી થઈ રહી છે.
દિલીપભાઈ લાડાણીની 31 વર્ષની સફર એક વાત ચોક્કસ શીખવે છે કે, ઊંચી ઇમારતો ઊભી કરવી હોય તો પહેલાં વિચારોનો પાયો મજબૂત હોવો જોઈએ. 1995માં શરૂ થયેલી એક નાનકડી ઓફિસથી લઈને આજે DLAની ઓળખ સુધીની સફરમાં આ જ વિચારધારા તેમની સૌથી મોટી તાકાત બની છે. સંઘર્ષને સફળતામાં અને અનુભવને વિશ્વાસમાં પરિવર્તિત કરવાની આ 31 વર્ષની સફર રાજકોટના વિકાસના નકશામાં DLAનો એક આગવો અધ્યાય છે.

રોજગારીની તક સાથે લોકોને હેપીનેસ આપવી એ જ ખરી સફળતા
DLA એટલે કે દિલીપ લાડાણી એસોસિયેટની 31 વર્ષની સફર અંગે દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, પોતાના પ્રોજેક્ટ્સના માધ્યમથી મધ્યમ અને નાના વર્ગના લોકોને રોજગારીની તક પૂરી પાડી રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોને માત્ર ઘર નહીં, પરંતુ ખુશી અને સારી જીવનશૈલી આપવાનો પ્રયાસ કર્યો છે. નાના ટાવરથી શરૂ કરીને મલ્ટી ટાવર અને ટાઉનશિપ જેવા પ્રોજેક્ટ્સ સુધીની સફર ખેડી છે. ટૂંકા સમયમાં ટોરસ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે, જે હાલ નિર્માણાધીન છે અને એક અલગ જ પડકાર સાથેનો પ્રોજેક્ટ છે. અગાઉ ગાર્ડન સિટી, ઓડિયમ ધરાવતું ટ્વિન ટાવર ઓર્બિટ ગાર્ડન અને હાલ એશ્વર્ય ગાર્ડન નેક્સ્ટ લેવલ જેવા પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. આ તમામ પ્રોજેક્ટ્સની સફળતા પાછળ મજબૂત ટીમ વર્ક અને સામૂહિક પ્રયાસો રહેલા છે.

હવે ઘર નહીં, સંપૂર્ણ લાઈફસ્ટાઈલની માગ… ઓપનનેસ, પ્રાઇવસી અને મેડિકલ ફેસિલિટી લોકોની પહેલી પસંદ
દિલીપ લાડાણીએ જણાવ્યું હતું કે, સમયની સાથે પ્રોજેક્ટ્સ અને તેની ડિઝાઇનમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. આજે લોકો માત્ર ઘર નહીં, પરંતુ ઓપનનેસ, પ્રાઇવસી અને લક્ઝરી લાઈફસ્ટાઈલની અપેક્ષા રાખે છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં લક્ઝરી ક્લબ હાઉસ, રહેવાસીઓ માટેની આધુનિક સુવિધાઓ અને આરામદાયક વાતાવરણની માગ વધી રહી છે. અગાઉના સમયમાં સારી લિફ્ટ અને પાર્કિંગ હોય તો લોકો સંતોષ માનતા હતા, પરંતુ હવે કેમ્પસ, ખુલ્લી જગ્યા, ફ્લેટની પ્રાઇવસી, મેડિકલ ફેસિલિટી સહિતની સુવિધાઓ ઘરની મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે. સમય અને સંજોગો પ્રમાણે નવીનતા લાવવી પડે છે, પરંતુ આ તમામ બાબતોમાં ક્વોલિટી ઓફ લાઈફને હંમેશાં પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ. ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને સમજીને DLA દ્વારા આ તમામ સુવિધાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેના કારણે લોકોનો DLA તરફનો વિશ્વાસ તથા આકર્ષણ વધી રહ્યું છે.

જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ અને સત્સંગે સંઘર્ષમાં પણ પોઝિટિવ એનર્જી આપી
અગ્ર ગુજરાત સાથેની વાતચીતમાં દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1994થી તેમને જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ મળતા રહ્યા છે. એશ્વર્યમ્ અને મુંજકા ખાતે આવેલી બંને સાઇટ પર પણ સ્વામીજીએ પાવન પગલાં પાડ્યાં છે. તેમના સત્સંગ અને પ્રવચનોમાંથી ઘણું શીખવા મળ્યું છે. વ્યવસાયિક સંઘર્ષ અને વર્કિંગ કન્ડિશનમાં પણ સ્વામીજીના માર્ગદર્શનથી હંમેશાં પ્રોત્સાહન અને સકારાત્મક ઊર્જા મળી છે. દિલીપભાઈએ વધુમાં કહ્યું કે, પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન કામદારો અને ટીમના સભ્યોને રોજગારી મળે છે અને પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેમાં રહેવા આવનારા પરિવારોને સુખાકારી અને ખુશી મળે છે. આ બધું ટીમ વર્ક વિના શક્ય નથી. પૈસા તો બાય પ્રોડક્ટ છે, પરંતુ આપણા કાર્યથી જ્યારે કોઈના જીવનમાં ખુશી આવે છે ત્યારે મળતી ઊર્જા જ કંઈક અલગ હોય છે. આ જીવનમંત્ર જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનોમાંથી શીખવા મળ્યો છે.

નવા વિસ્તારોના વિકાસમાં તંત્રની સુવિધાઓ પણ સમયસર મળે તો રાજકોટની કાયાપલટ ઝડપી બને
દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, બાંધકામ ક્ષેત્રમાં સમયાંતરે નવા GDCR અને ટાઉન પ્લાનિંગ (TP)ના નિયમો આવી રહ્યા છે. નવા નિયમો મુજબ પ્રોજેક્ટ્સમાં મોટા ગાર્ડન, પહોળા રસ્તા અને આધુનિક સુવિધાઓ માટેની જોગવાઈઓ કરવામાં આવી રહી છે. બિલ્ડરો પણ આ નિયમોનું પાલન કરીને તેના કરતાં વધુ સારી સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને TPની પ્રક્રિયા ઝડપી બને તો નવા વિસ્તારોનો વિકાસ વધુ વેગવાન બની શકે છે. મોવા, મવડી અને ઘંટેશ્વર જેવા વિસ્તારોમાં અત્યારે મોટા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. જોકે, આ વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડ-રસ્તા, ગટર અને પાણીની પાઇપલાઇન જેવી પાયાની સુવિધાઓ અગાઉથી તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. વિસ્તાર વિકસ્યા બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળવી જોઈએ. કારણ કે, આ સુવિધાઓના અભાવે બિલ્ડરોના વિકાસના વિઝન પ્રમાણે કામ કરવામાં મુશ્કેલી પડે છે. તંત્ર અને બિલ્ડરો વચ્ચે સુમેળ રહે તો નવા વિસ્તારોનો વિકાસ વધુ ઝડપથી થઈ શકે છે.

31 વર્ષની વિરાસત હવે નવી પેઢીના હાથમાં… ઉત્સવ લાડાણી સહિતની ટીમ સંભાળશે DLAની વિકાસની લગામ
લાડાણી એસોસિયેટની 31 વર્ષની સફર અંગે દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. હાલ તેમની સાથે ઇનહાઉસ આર્કિટેક્ટ તરીકે જેનીશ કનેરિયા અને ડેનિસ લાડાણી સહિતની ટીમ કાર્યરત છે. હવે સમયની સાથે નવી પેઢીને જવાબદારી સોંપવાનો અભિગમ અપનાવ્યો છે. તેમના પુત્ર ઉત્સવ લાડાણીએ પ્રોજેક્ટ્સના માર્કેટિંગની જવાબદારી સંભાળી છે, જ્યારે બની અને અંકિત પણ તેમની સાથે જોડાઈને વિવિધ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દિલીપભાઈના જણાવ્યા મુજબ, ટીમના તમામ સભ્યો પોતાની જવાબદારીનું નેતૃત્વ લઈને કામ કરે છે અને નવા પ્રોજેક્ટ્સમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈને કામગીરી કરે છે. આ સામૂહિક અભિગમના કારણે પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટમાં વધુ સારા પરિણામો મળી રહ્યા છે. આગામી સમયમાં નવી પેઢી પણ ગ્રાહકોનો વિશ્વાસ અને DLAની 31 વર્ષની વિશ્વસનીય વિરાસત જાળવી રાખશે તેવો તેમને દૃઢ વિશ્વાસ છે.

સંતના સત્સંગથી મળેલી સકારાત્મકતા… જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદે સંઘર્ષને પણ બનાવી દીધો સફળતાનું સોપાન
વ્યવસાયની દુનિયામાં સફળતાનું માપદંડ સામાન્ય રીતે પ્રોજેક્ટ્સની સંખ્યા, ટર્નઓવર, ઊંચી ઇમારતો અને બજારમાં મળતી ઓળખથી નક્કી કરવામાં આવે છે. પરંતુ દિલીપભાઈ લાડાણીની 31 વર્ષની સફરમાં એક એવું પાસું પણ છે, જે તેમની વ્યવસાયિક ઓળખને આધ્યાત્મિકતા સાથે જોડે છે. તે છે BAPS સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને વર્ષોથી મળતા આશીર્વાદ.
દિલીપભાઈને વર્ષ 1994થી જ્ઞાનવત્સલ સ્વામીનું માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહ્યા છે. તેમની કારકિર્દીની શરૂઆતથી લઈને આજ સુધી સ્વામીજી સાથેનો આ આધ્યાત્મિક નાતો જળવાઈ રહ્યો છે. સરદારનગર રોડ પર વર્ષ 1995માં શરૂ કરેલી પ્રથમ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પણ સ્વામીજી આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ એશ્વર્યમ્ અને મુંજકા ખાતે આવેલી સાઇટ પર પણ સ્વામીજીનાં પાવન પગલાં પડ્યાં હતાં. દિલીપભાઈ માને છે કે, જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનો માત્ર આધ્યાત્મિક જ્ઞાન પૂરતાં સીમિત નથી, પરંતુ વ્યવસાય, પરિવાર, સમાજ અને જીવનના દરેક પડકારનો સામનો કરવા માટે નવી દૃષ્ટિ આપે છે. સંઘર્ષના સમયમાં હિંમત ન હારવી, નકારાત્મકતાથી દૂર રહેવું અને પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી તેવો બોધ તેમને સ્વામીજીના સત્સંગમાંથી મળ્યો છે.
તેમના મતે, બિલ્ડર તરીકેની જવાબદારી માત્ર ઇમારત ઊભી કરવાની નથી. પ્રોજેક્ટના નિર્માણ સાથે સંકળાયેલા નાના-મોટા કામદારોને રોજગારી મળે છે અને પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેમાં વસવાટ કરતા પરિવારોને સુખાકારી મળે છે. આ બંને તબક્કામાં લોકોના જીવનમાં ખુશી લાવવી એ જ સાચી કમાણી છે. પૈસા તો બાય પ્રોડક્ટ છે, પરંતુ કોઈના ચહેરા પર સ્મિત લાવવાથી જે સંતોષ અને ઊર્જા મળે છે તે અમૂલ્ય છે. કદાચ આ જ જ્ઞાનવત્સલ સ્વામીના સત્સંગમાંથી મળેલી જીવનદૃષ્ટિ છે, જેના કારણે 31 વર્ષના વ્યવસાયિક સંઘર્ષમાં પણ દિલીપભાઈએ સકારાત્મકતા જાળવી રાખી છે. ઊંચી ઇમારતોના પાયા જમીનમાં હોય છે, પરંતુ માણસની સફળતાનો પાયો તેના વિચારો, સંસ્કાર અને કર્મમાં હોય છે. DLAની 31 વર્ષની સફરમાં આ આધ્યાત્મિક પાયો પણ એટલો જ મહત્ત્વનો રહ્યો છે.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે
કચ્છગુજરાત

 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે

Editor By Editor 6 days ago
સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે
શ્રી અજરામર સંઘ દ્વારા આયોજિત ‘થોકડાનું માસખમણ’ મહાપરીક્ષા સંપન્ન
બિનખેતી શાખામાં મળતિયાઓ પાસે કામગીરી કરાવતા અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ
વઢવાણ પોલીસ જાપ્તામાંથી પાંચ માસ પહેલાં ફરાર થયેલો આરોપી જસદણમાંથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?