ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના નવા વર્ષના કેલેન્ડરના વિમોચન પ્રસંગે સંગઠન, શકિત અને એકતાના દર્શન
બ્રહ્મસમાજની યુવા શકિતને સંગઠિત કરવાના કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવશે : તેજસ ત્રિવેદી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત ચૌદમાં વર્ષે નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ તા.3-૧૧-૨૦૨૬ના મંગળવારના રોજ કેલેન્ડર વિમોચન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સંવાદ અને સેવા ભાવના મજબૂત બને તે હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, તડગોળના પ્રમુખ-ઉપપ્રમુખ તથા શહેરના પ્રતિષ્ઠિત વ્યકિતઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સૌરાષ્ટ્ર-કચ્છના ખ્યાતનામ સિનિયર ન્યુરો સર્જન ડો.હેમાંગ વસાવડા, શ્રીમાળી બ્રહ્મસમાજના ટ્રસ્ટી હરીશભાઇ ત્રિવેદી અને કમલેશભાઇ ત્રિવેદી, હડીયાળા ચોવીસી બ્રહ્મસમાજના વિકીભાઇ ઠાકર, હળવદ બ્રહ્મસમાજના દિલીપભાઇ જાની, પરશુ બ્રહ્મયુવા ગૃપના પ્રમુખ-એડવોકેટ મોનિશ જોશી, શ્રીગોળ બ્રહ્મસમાજના રાજાભાઇ ભટ્ટ, ભૂદેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અર્જુનભાઇ શુકલ અને કૌશલભાઇ ભટ્ટ, કામધેનુ ગૌશાળાના ટ્રસ્ટી વિશાલભાઇ આહ્યા, ભૂદેવ ફાર્મા ગ્રુપના જીતેનભાઇ શુકલ અને ધ્રુવભાઇ શુકલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદી છેલ્લે જણાવે છે કે આ કેલેન્ડર દરેક ઘર સુધી પહોંચે એ માટે વોર્ડ વાઇઝ સમિતિના સભ્યોની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે અને માઇક્રોપ્લાનિંગ આયોજન કરવામાં આવ્યું છે. જેથી સમાજના દરેક દર્ગને તેનો લાભ મળી રહેશે.
સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભૂદેવ સેવા સમિતિની ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી.


