નાનામવાની ધરતી પર ઉતરશે ભક્તિનો અમૃતસાગર
જાડેજા પરિવાર દ્વારા પિતૃઋણની પાવન સુવાસે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાની મધુર અને ઓજસ્વી વાણીમાં ગુંજશે કૃષ્ણલીલાની અમર ગાથા; ૧૧ થી ૧૭ નવેમ્બર દરમિયાન નાનામવામાં યોજાશે જ્ઞાનયજ્ઞ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રની સંસ્કારભૂમિ રાજકોટના આંગણે નાનામવામાં આગામી દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને પિતૃભક્તિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. વહેલી સવારની ગુલાબી ઠંડક અને ભક્તિની શીતળતા વચ્ચે નાનામવા ગામ શ્રીમદ્ ભાગવતની અમૃતવાણીથી ભીંજાવા સજ્જ બન્યું છે.
નાનામવાના જયેન્દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા પરિવાર દ્વારા પિતૃઓના કલ્યાણાર્થે તથા આત્મશ્રેયાર્થે વાછરા દાદાના મંદિરની બાજુમાં, મોકાજી સર્કલ પાસે, નાનામવા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે.
ઇષ્ટદેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા શ્રી આશાપુરા માતાજીની અસીમ કૃપાથી યોજાનારા આ મહોત્સવમાં સુપ્રસિદ્ધ વિદ્વાન પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી પોતાની શાસ્ત્રસંમત, આધુનિક અને રસપૂર્ણ શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનું રસાસ્વાદ કરાવશે. આપશ્રીની પ્રભાવી વાણી વડીલો તેમજ યુવાપેઢીને સવિશેષ આકર્ષે છે. આ જ્ઞાનયજ્ઞ વિ. સં. ૨૦૮૩ કારતક સુદ-૨ (બુધવાર, તા. ૧૧/૧૧/૨૦૨૬) થી શરૂ થઈ વિ. સં. ૨૦૮૩ કારતક સુદ-૮ (મંગળવાર, તા. ૧૭/૧૧/૨૦૨૬) સુધી ચાલશે. જેમાં કથાનો સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી. પોથી પધરામણી / કથા પ્રારંભ: તા. ૧૧/૧૧/૨૦૨૬ (બુધવાર, સવારે ૮.૦૦ કલાકે). ભીષ્મ સ્તુતિ: તા. ૧૨/૧૧/૨૦૨૬ (ગુરુવાર)., શ્રી નરસિંહ અવતાર: તા. ૧૩/૧૧/૨૦૨૬ (શુક્રવાર)., શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ: તા. ૧૪/૧૧/૨૦૨૬ (શનિવાર)., શ્રી ગોવર્ધન ઉત્સવ: તા. ૧૫/૧૧/૨૦૨૬ (રવિવાર)., શ્રી કૃષ્ણ રુકમિણી વિવાહ: તા. ૧૬/૧૧/૨૦૨૬ (સોમવાર)., સુદામા ચરિત્ર / કથા વિરામ: તા. ૧૭/૧૧/૨૦૨૬ (મંગળવાર, સવારે ૮.૦૦ થી ૧૧.૦૦)
આ ધર્મસભર પ્રસંગે જયેન્દ્રસિંહ (જયુડાડા) મહીપતસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહ મહીપતસિંહજી જાડેજા, હરપાલસિંહ મંગળસિંહજી જાડેજા, ગણપતસિંહ મંગળસિંહજી જાડેજા, રામદેવસિંહ જે. જાડેજા, રણધીરસિંહ જે. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા સહિત સમસ્ત જાડેજા પરિવારે તમામ ભક્તજનોને સહપરિવાર પધારી કથારસપાનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.


