વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીના પુત્ર કર્મરાજસિંહનો આજે જન્મદિવસ
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીના પુત્ર કર્મરાજસિંહનો આજે ૭ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. જીવનના દસમા વર્ષમાં પ્રવેશ કરતા કર્મરાજસિંહના જન્મદિવસ નિમિત્તે સાંજે પિતા ધર્મેન્દ્રસિંહ, માતા કોમલબા, બહેન માનવીબા સહિત પરિવારજનો વલભીપુર સ્થિત સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરશે. કર્મરાજસિંહ હાલમાં વલભીપુર શહેરમાં આવેલી જી. એન. ગોટી શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે શાળાના ગોઠિયા મિત્રો દ્વારા પણ તેમને શુભેચ્છાઓ પાઠવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જી. એન. ગોટી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી નારસંગભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ કર્મરાજસિંહ અભ્યાસમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે શાળા પરિવાર દ્વારા પણ કર્મરાજસિંહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા છે. કર્મરાજસિંહ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.


