By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    9 hours ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 day ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 day ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    2 days ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/11/18 at 2:26 PM
1 day ago
Share
મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો
SHARE

ખેતીના નામે ગાંજાની ખેતી

મવિંછીયામાં એક જ દિવસમાં રૂ.3.59 કરોડનો જથ્થો ઝડપાયો

છાસીયા અને ખારચીયા ગામની સીમમાં એક જ દિવસમાં બે દરોડા, 719.940 કિલો ગાંજો ઝડપાયો : 705 કિલો ગાંજાના જથ્થા સાથે છાસીયાનો ખેડૂત અને કપાસના પાક વચ્ચે ગાંજાના છોડ ઉગાડનાર ખારચીયાનો ખેડૂત પણ પકડાયો : મોટા ડ્રગ્સ નેટવર્ક અને રીસીવરો સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં ખેતીની આડમાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો ચોંકાવનારો કારોબાર ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. જાણે ખેતરોમાં અનાજ અને કપાસના પાકની સાથે નશાનું ‘લીલું ઝેર’ પણ ઉગાડવામાં આવતું હોય તેમ એક જ દિવસમાં છાસીયા અને ખારચીયા ગામની સીમમાં પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી કુલ 719.940 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કબજે કરેલા આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.3.59 કરોડથી વધુ થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, છાસીયા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાના છોડનું વાવેતર કર્યા બાદ તેને ઉપાડી વાડીના શેઢે સૂકવવા માટે રાખ્યો હતો. અહીંથી રૂ.3.52 કરોડથી વધુની કિંમતનો 705 કિલો 490 ગ્રામ ગાંજો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. આ ગુનામાં 55 વર્ષીય ખેડૂત સવશી બચુ મીઠાપરાને પોલીસે રંગેહાથ ઝડપી લીધો છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેચાણ સામે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઈ જી.જે. ઝાલા સહિતની ટીમ જસદણ અને વિંછીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છાસીયા ગામની ઝરડા સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે.
બાતમીના આધારે એસઓજીની ટીમે સવશી બચુ મીઠાપરાની માલિકીની વાડીમાં દરોડો પાડતાં ગાંજાના છોડનું વાવેતર કર્યા બાદ તેને ઉપાડીને વાડીના શેઢે સૂકવવા માટે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 705 કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જેની બજાર કિંમત અંદાજે રૂ.3.52 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ મામલે 55 વર્ષીય સવશી મીઠાપરાની ધરપકડ કરી વિંછીયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ વિંછીયા પોલીસને પણ ખારચીયા ગામની સીમમાં ગાંજાના વાવેતરની બાતમી મળતાં પીઆઈ એ.સી. ડામોરની રાહબરીમાં ટીમે દરોડો પાડ્યો હતો. અહીં પભાભાઈ મગન પંચાળા નામના ખેડૂતે પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ પણ ઉગાડ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ખેતરમાંથી ગાંજાના સાત છોડ કબજે કર્યા હતા. જેનું કુલ વજન 14 કિલો 450 ગ્રામ અને કિંમત રૂ.7.22 લાખ જેટલી થાય છે. આ મામલે 40 વર્ષીય ખેડૂત પભાભાઈ પંચાળાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં તેણે આશરે પાંચ મહિના પહેલાં કપાસના વાવેતરની સાથે ચાસમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.
આમ, એક જ દિવસમાં વિંછીયા પંથકનાં બે ગામોમાંથી કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાતાં આ વિસ્તાર ગાંજાના ગેરકાયદે વાવેતરનું હબ બની રહ્યો હોવાની ગંભીર ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરી પાકની વચ્ચે તેને છુપાવવાની પદ્ધતિ સામે આવતાં પોલીસ હવે માત્ર ખેતમાલિકો સુધી સીમિત ન રહેતાં આ કારોબાર પાછળના મોટા નેટવર્કની કડીઓ શોધવામાં લાગી છે.
છાસીયાના આરોપી સવશી મીઠાપરા દ્વારા પ્રાથમિક પૂછપરછમાં પોતે પ્રથમ વખત જ ગાંજાનું વાવેતર કર્યું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કરવા માટે બિયારણ ક્યાંથી મેળવ્યું હતું, ખેતી માટે નાણાં કોણે પૂરાં પાડ્યાં હતાં અને તૈયાર થયેલો જથ્થો કોને પહોંચાડવાનો હતો તેવા સવાલો પોલીસ માટે મહત્ત્વના બન્યા છે. ગાંજાનો જથ્થો મેળવવા માટે કોઈ મોટું ડ્રગ્સ નેટવર્ક સક્રિય હતું કે કેમ અને તેના મુખ્ય સૂત્રધારો તથા રીસીવરો કોણ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ અને રિમાન્ડ દરમિયાન નશાના આ કાળા કારોબારની વધુ કડીઓ બહાર આવે તેવી શક્યતા છે. આ સમગ્ર કાર્યવાહીથી વિંછીયા પંથકમાં ખેતીની આડમાં ચાલતા નશાના કારોબાર સામે પોલીસની નજર હવે વધુ તીક્ષ્ણ બની છે.

છાસીયામાંથી 705 કિલો ગાંજો

* ગાંજાનું વજન : 705.490 કિલોગ્રામ

* અંદાજિત કિંમત : રૂ.3.52 કરોડથી વધુ

* આરોપી : સવશી બચુ મીઠાપરા (ઉં.વ.55)

* વાડીના શેઢે સૂકવવા માટે રાખેલો જથ્થો ઝડપાયો

* રૂરલ એસઓજીની મોટી કાર્યવાહી

કપાસના પાક વચ્ચે ગાંજાનું વાવેતર

ખારચીયા ગામની સીમમાં ખેડૂત પભાભાઈ મગન પંચાળાએ કપાસના પાકની વચ્ચે ગાંજાના સાત છોડ ઉગાડ્યા હતા. પોલીસે 14.450 કિલો ગાંજો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.7,22,500 થાય છે. આરોપીએ પાંચ મહિના પહેલાં કપાસની સાથે ગાંજાનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ વખત વાવેતર કર્યાનું રટણ, પોલીસને શંકા

છાસીયાના આરોપી સવશી મીઠાપરા દ્વારા પ્રથમ વખત ગાંજાનું વાવેતર કર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, 705 કિલોથી વધુનો જથ્થો મળી આવતાં પોલીસ આ નિવેદનથી સંતુષ્ટ નથી. ગાંજાના બિયારણનો સ્ત્રોત, નાણાં પૂરાં પાડનાર અને માલનો ખરીદદાર કોણ હતો તેની તપાસ શરૂ કરાઈ છે.

રીસીવર અને મુખ્ય સૂત્રધારોની શોધખોળ

પોલીસની તપાસ હવે માત્ર ખેતરમાં ગાંજાનું વાવેતર કરનારા ખેડૂતો પૂરતી મર્યાદિત નથી. કરોડો રૂપિયાના જથ્થા પાછળ કોઈ મોટું ડ્રગ્સ નેટવર્ક સક્રિય છે કે કેમ તે શોધવામાં આવી રહ્યું છે. ગાંજાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો, રીસીવર કોણ હતો અને અન્ય કેટલા લોકો આ કારોબારમાં સામેલ છે તે જાણવા આરોપીઓની પૂછપરછ તથા રિમાન્ડ દરમિયાન તપાસ આગળ વધારાશે.

 

You Might Also Like

TAT HS પરીક્ષાર્થીઓના હિતમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા આણંદના નાયબ કલેક્ટરશ્રી ને રી-એસેસમેન્ટ સહિત પાંચ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

 RTOમાં 3૦ દિ’ નું વેઇટીંગ હશે તો રજામાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ

 હેલ્થ ઓપરેશન! હાઇ-વેની હોટેલો-રેસ્ટોરન્ટ રડારમાં

 રાજકોટની જનસંખ્યા ૨૦ લાખ થવાનો અંદાજ, તા.૧૦ જાન્યુ.થી વસ્તી ગણતરી શરૂ

 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે
રાષ્ટ્રિય

૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે

Editor By Editor 7 hours ago
આવો બાળકો માટે પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરીએ
 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
 વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારને કસરત કરાવશે ઉમેદવારો
 ભાજપના સ્નેહમિલનમાં આયાતીઓને માન-મોભો, મૂળ કાર્યકરો નારાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?