- ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ યથાવત
- 25 દિવસમાં 3,600થી વધુ પેલેસ્ટિનિયન બાળકોના મોત
- બાળકો હવાઈ હુમલાથી મોતને ભેટ્યા હોવાનો વિગત
ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા યુદ્ધને લઇ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના પહેલા 25 દિવસમાં 3,600થી વધુ પેલેસ્ટિનિયન બાળકોએ જીવ ગુમાવ્યો છે.
3,600થી વધુ પેલેસ્ટિનિયન બાળકોના મોત
મળતી માહિતી મુજબ ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધમાં પ્રથમ 25 દિવસમાં 3,600થી વધુ પેલેસ્ટિનિયન બાળકોએ જીવ ગુમાવ્યો છે. ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે બાળકો હવાઈ હુમલાથી મોતને ભેટ્યા છે. ગાઝા પટ્ટીના 2.3 મિલિયન રહેવાસીઓમાંથી લગભગ અડધા 18 વર્ષથી ઓછી ઉંમરના છે, અને યુદ્ધમાં અત્યાર સુધી માર્યા ગયેલા 40 ટકા બાળકો છે.
ગયા અઠવાડિયે જારી કરાયેલ ગાઝા આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ઓક્ટોબર 26 સુધીમાં, 12 અને તેથી ઓછી વયના 2,001 બાળકો માર્યા ગયા હતા, જેમાં 615 ત્રણ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે.
500 થી વધુ રોકેટ ટાર્ગેટ ચૂકી ગયા
ઈઝરાયેલ કહે છે કે તેના હવાઈ હુમલાઓએ હમાસના આતંકવાદી ઠેકાણાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે અને જૂથ પર નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે 500 થી વધુ રોકેટ તેમના લક્ષ્યોથી ચૂકી ગયા અને ગાઝામાં પડ્યા, જેમાં અજાણ્યા પેલેસ્ટિનિયનોની હત્યા થઈ. વૈશ્વિક ચેરિટી સેવ ધ ચિલ્ડ્રન અનુસાર, ગાઝામાં છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વના અન્ય કોઈપણ સંઘર્ષ કરતાં માત્ર ત્રણ અઠવાડિયામાં વધુ બાળકો માર્યા ગયા છે.


